Bhavnagar

બોટાદના મિલિટરી રોડ સર્કલ પાસે અજાણ્યા આઇસર ટેમ્પોની અડફેટે યુવકનું મોત

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
બોટાદના મિલિટરી રોડ સર્કલ પાસે ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ પર જઈ રહેલા વિશાલભાઈ ગોહિલનું મોત નીપજ્યું છે. ઉગામેડીથી ધંધુકા જતા અજાણ્યા આઇસર ટેમ્પોએ ટક્કર મારી. ગંભીર રીતે ઘાયલ વિશાલભાઈને ભાવનગર ખસેડાતા સારવાર દરમિયાન તેમનું મોત થયું. બોટાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદના મિલિટરી રોડ સર્કલ પાસે અજાણ્યા આઇસર ટેમ્પોની અડફેટે યુવકનું મોત

બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

અજાણ્યા વાહનચાલકની બેદરકારીએ લીધો યુવકનો ભોગ ,અકસ્માત સર્જી ચાલક ફરાર

ભાવનગર -  બોટાદના મિલિટરી રોડ સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોટરસાયકલ પર જઈ રહેલા બે યુવકોને આઇસર ટેમ્પોએ અડફેટે લેતા એક યુવકનું મોત નિપજ્યું હતું.

ઉગામેડીથી ધંધુકા તરફ મોટરસાયકલ લઈને જઈ રહેલા બે યુવકોને સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા આઇસર ટેમ્પોએ જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક વિશાલભાઈ રતીલાલભાઈ ગોહિલને માથાના ભાગે તથા જમણા પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમના મિત્ર પારસભાઈને પણ શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા વિશાલભાઈને વધુ સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જીને આઇસર ટેમ્પો ચાલક વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો. મૃતક યુવકના ભાઈ સુનીલભાઈ રતીલાલભાઈ ગોહિલની ફરિયાદના આધારે બોટાદ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને મોટર વાહન અધિનિયમની સબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

૮

ૈંભ ડ્રાઇવ પાલીતાણા વિભાગ હેઠળના વિસ્તારોમાંથી કુલ રૃપિયા.઼૨૧.૧૯ લાખની વિજ ચોરી ઝડપાઈ

ગોહિલવાડમા સતત બીજા દિવસે પણ ઁય્ફભન્ ની મેગા ચેકીંગ ડ્રાઇવ

વિજતંત્ર ની ૧૬ ટીમોએ અનેક ગામડાઓ ધમરોળી વિજચોરોને કરંટ આપ્યો

ભાવનગર, મંગળવાર.

ભાવનગર પીજીવીસીએલ સર્કલ ના પાલીતાણા વિભાગ હેઠળના વિસ્તારોમાં ગવર્નરલ આઈ.સી ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ચેકીંગ ડ્રાઇવ દરમ્યાન ૪૦ આસામીઓ વિજચોરી આચરતા ઝડપાતા તંત્ર દ્વારા આ આસામીઓને કુલ રૃપિયા ૨૧.૧૯ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

વિજ સમસ્યાઓને નિવારવા અને લાઈન લોસ ઘટાડવા પીજીવીસીએલ દ્વારા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવે છે અને તંત્ર ની કાર્યક્ષમતા વધારવા તથા વિજચોરી નાબૂદ કરવા ચેકીંગ ડ્રાઇવ નું આયોજન પણ કરવામાં આવે છે ત્યારે આજરોજ ઁય્ફભન્ ભાવનગર સર્કલના પાલીતાણા વિભાગ હેઠળના વિસ્તારોમાં ગવર્નરલ આઈ.સી ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રાઈવમાં પીજીવીસીએલની કુલ ૨૭ ટીમો જોડાઈ હતી અને ત્રાપજ, તળાજા -૧, તળાજા -૨,પીથલપુર ૧૧ કેવી.હેઠળ તળાજા શહેર,ભારોલી ગામ, ઉપરાંત જ્યોતિગ્રામ ફીડર હેઠળ ના હબુકવડ,પીથલપુર-૨, સરતાનપર , સહિતના ગામડાઓમાં ગૃહ વપરાશ તેમજ ખેતીવાડી અને ઔધોગિક એકમોમાં કુલ મળીને ૧૩૨ વિજ જોડાણ ચેક કરવામાં આવ્યાં હતાં જેમાં ૪૦ કનેક્શનોમા યેનકેન પ્રકારે પાવર ચોરી આચરવામાં આવી રહી હોવાનું ચેકીંગ દરમ્યાન ખુલવા પામતા આ ૪૦ આસામીઓને કુલ રૃપિયા ૨૧.૧૯/-લાખ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો સતત બીજા દિવસે પણ ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવતા વિજચોરી આચરતા તત્વો ફફડી ઉઠયા હતા.