Bhavnagar

પાલીતાણામાં યુવક પર લોખંડના પાઇપ અને પથ્થરો વડે હુમલો

By GS Team
8 Nov 20262 mins read
TukuTouch Logo
ભાવનગર: પાલીતાણાના ગરાજીયા રોડ ભીલવાસ ખાતે માવો ખાવા ઉભેલા 25 વર્ષીય રવિ સોલંકી પર જૂની બાઈક રિપેરિંગના ખર્ચના મુદ્દે 7 લોકોએ હુમલો કર્યો. લોખંડના પાઇપ અને પથ્થરોથી થયેલા હુમલામાં રવિ અને તેમને બચાવવા વચ્ચે પડેલી તેમની માતા લીલાબેન ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડાયા છે. પાલીતાણા ટાઉન પોલીસે 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાલીતાણામાં યુવક પર લોખંડના પાઇપ અને પથ્થરો વડે હુમલો

બાઇક સમારકામના ખર્ચના મુદ્દે બોલાચાલી

ગરાજીયા રોડ ભીલવાસ ખાતે માવો ખાવા ઉભેલા યુવક સાથે જૂની અદાવતમાં ૭ લોકોએ કરી મારપીટ,ઇજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં દાખલ

ભાવનગર -  પાલીતાણાના ગરાજીયા રોડ પર આવેલા ભીલવાસ વિસ્તારમાં જૂની મોટરસાઇકલ અકસ્માત અને તેના સમારકામના ખર્ચ મુદ્દે થયેલી બોલાચાલીમાં એક યુવક પર લોખંડના પાઇપ અને પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવક અને તેને બચાવવા વચ્ચે પડેલી તેની માતાને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પાલીતાણા ટાઉન પોલીસ મથકે આ અંગે સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી વિગત મુજબ, પાલીતાણાના ભીલવાસ ખાતે રહી ડોળી મજૂરી કરતા રવિભાઈ દિનેશભાઈ સોલંકી (ઉ.વ. ૨૫) શુક્રવારે સવારે સાડા દસ વાગ્યાના સુમારે વિનુભાઈની દુકાને માવો ખાવા માટે ઉભા હતા. તે દરમિયાન ત્યાં હાજર રવિ કિશનભાઈ ચુડાસમા પાસે રવિભાઈએ અગાઉ નીચે પાડી દીધેલી બાઇકના રિપેરિંગનો ખર્ચ માંગ્યો હતો. આ સાંભળી રવિ ચુડાસમા એકદમ ખીજાઈ ગયા હતા અને ગાળો આપી બાજુમાંથી લોખંડનો પાઇપ લાવી રવિભાઈ સોલંકીના માથાના ભાગે ઝીંકી દીધો હતો.તે જ સમયે રવિના સાથીદારો વિપુલ કિશનભાઈ, વિશાલ વિનુભાઈ, આકાશ વિનુભાઈ, સની વિનુભાઈ, વિનુ લાભુભાઈ અને આશાબેન વિનુભાઈ ચુડાસમા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તમામે ભેગા મળી રવિભાઈને ઢીકાપાટુનો માર મારી છૂટા પથ્થરોના ઘા માર્યા હતા. યુવકને વધુ મારથી બચાવવા વચ્ચે પડેલી તેની માતા લીલાબેન સાથે પણ આશાબેને મારામારી કરી હતી.આજુબાજુમાંથી લોકો એકઠા થઈ જતાં તમામ તમામે પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પાલીતાણા ટાઉન પોલીસે બી.એન.એસ.એસ.ની વિવિધ કલમો તેમજ હથિયારબંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.