ભાંખલ ગામે મહિલા પર હુમલો કરી ધમકી આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સિહોર પોલીસે ગુનો નોંધ્યો
એક મહિલા સહિત ત્રણ શખ્સે કુહાડી અને ઢીકાપાટુંનો માર માર્યો
સિહોર - સિહોરના ભાંખલ ગામે મહિલા પર હુમલો કરી ઈજા પહોંચાડી ધમકી આપનાર એક મહિલા સહિત ત્રણ શખ્સ સામે સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
સિહોર તાલુકાના ભાંખલ ગામે રહેતા અંબાશંકરભાઈ મહાશંકરભાઈ જાનીએ સિહોર પોલીસ મથકમાં જાગૃતિબેન શિવશંકરભાઈ જાની, ભીમજી ગંગારામભાઈ જાની અને અતુલ ગંગારામભાઈ જાની સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના પત્નિ અને તેમના નાના ભાઈના પત્નિ પ્રભાબેન ભારોલીના કેડે આવેલ ખાખરાવાળી વાડીમાં ઝારના ભોથા વીણી રહ્યાં હતા તે દરમિયાન ઉક્ત લોકો આવી અપશબ્દો કહી ધમકી આપી જાગૃતિબેને તેમના પત્નિને કુહાડી મારી ઈજા કરી તથા અન્ય લોકોએ ઢીકાપાટુંનો માર મારી ઈજા પહોંચાડી હતી. આ અંગે સિહોર પોલીસે ગુનો નોેંધ્યો છે.








