Bhavnagar

લગ્નના ૨૫ વર્ષ બાદ પણ શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ ગળેફાંસો ખાધો

By GS Team
18 Oct 20262 mins read
TukuTouch Logo
ભુજના ભાઈએ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સિહોર તાલુકાના મગલાણા ગામે 45 વર્ષીય પરિણીતા ધમાબાએ પતિ સંજયસિંહ ગોહિલના ચારિત્ર્ય પર શંકા રાખી શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી. પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લગ્નના ૨૫ વર્ષ બાદ પણ શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ ગળેફાંસો ખાધો

ભુજના ભાઈએ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

મગલાણા ગામે ચારિત્ર્યની શંકા રાખી પરિણીતાને મરવા મજબૂર કરનાર પતિ સામે એફઆઈઆર

સિહોર - ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મગલાણા ગામે ચારિર્ત્ય પર શંકા રાખી પરિણીતાને અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબૂર કરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ મામલે મૃતકના ભાઈએ સિહોર પોલીસ સ્ટેશનમાં પતિ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, કચછના ભુજ ખાતે રહેતા રાજેન્દ્રસિંહ બચુભા જાડેજાએ સિહોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તેમની બહેન ધમાબા (ઉં.વ.૪૫) ના લગ્ન આશરે ૨૫ વર્ષ પહેલાં મગલાણા ગામના સંજયસિંહ નિરૃભા ગોહિલ સાથે થયા હતા. લગ્નના બે વર્ષ બાદથી જ પતિ સંજયસિંહ અવારનવાર ચારિર્ત્ય પર શંકા રાખી ધમાબાને શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હતો.છેલ્લા પંદર દિવસથી પતિનો ત્રાસ અસહ્ય બની ગયો હતો. આરોપી સંજયસિંહે પત્નીને સગા-સંબંધીઓ કે ગામમાં જવા પર પણ પ્રતિબંધ મુકી દીધો હતો અને ફોન પર વાત ન કરી શકે તે માટે મોબાઈલ નંબરો પણ બ્લોક કરી દીધા હતા. આ સતત ત્રાસથી કંટાળીને ધમાબાએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ઘટનાની જાણ થતાં જ મૃતકના ભાઈ અને પરિવારજનો સિહોર પહોંચ્યા હતા. સિહોર પોલીસે રાજેન્દ્રસિંહની ફરિયાદના આધારે આરોપી પતિ સંજયસિંહ ગોહિલ વિરૃદ્ધ બી.એન.એસની કલમ ૧૦૮, ૮૫ અને ૧૧૫(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ નિતેશકુમાર મકવાણાએ સંભાળી છે.