પાલિતાણાની તળેટીમાં ત્રણ શખ્સે ગેરકાયદે ડોળી ઉઘરાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
કુલ ૬૯૬ પહોંચ આપી ડોળી પેટે રૃ.૨૦ ઉઘરાવનારા સામે પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ
ભાવનગર - પાલિતાણાની તળેટીમાં યાત્રિકો પાસેથી ગેરકાયદે ડોળી ઉઘરાવી જાહેરનામાનો ભંગ કરનારા ત્રણ શખ્સ સામે પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
પાલિતાણા તળેટી પારણાં ભવનની દિવાલ પાસે ટેબલ રાખી નાનુ હિરજીભાઈ મકવાણા, પ્રવિણ ઠાકરશીભાઈ ઠાકોર અને રાણા રામભાઈ સજૈયા (ત્રણેય રહે.પાલિતાણા)એ અલગ-અલગ સમયે ડોળી લેબર યુનિયન ગ્રામ્ય-સીટી પાલિતાણા દ્વારા કુલ ૬૯૬ પહોંચ આપી ગેરકાયદે ડોળી પેટે રૃ.૨૦ ઉઘરાવી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હતો. બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસે ત્રણેય શખ્સ નાનુ હિરજીભાઈ મકવાણા, પ્રવિણ ઠાકરશીભાઈ ઠાકોર અને રાણા રામભાઈ સજૈયા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








