Bhavnagar

ધંધૂકાના ધરમનગર પાસે રસ્તો બન્યો પાર્કિંગ ઝોન બંને બાજુ વાહનો ખડકાતાં વાહનચાલકો પરેશાન

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
ધંધુકાના ધરમનગર પાસે આડેધડ પાર્કિંગથી ટ્રાફિક સમસ્યા વકરી છે. રસ્તાની બંને બાજુ વાહનો ખડકાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. મુખ્ય માર્ગો પર દંડ વસૂલતું તંત્ર આંતરિક રસ્તાઓ પર કાર્યવાહી ક્યારે કરશે તેવો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. આડેધડ પાર્કિંગથી ઈમરજન્સી વાહનોને પણ મુશ્કેલી પડી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધંધૂકાના ધરમનગર પાસે રસ્તો બન્યો પાર્કિંગ ઝોન બંને બાજુ વાહનો ખડકાતાં વાહનચાલકો પરેશાન

ટ્રાફિક સમસ્યા,મુખ્ય માર્ગે દંડ વસૂલતું તંત્ર આંતરિક રસ્તા પર ક્યારે કરશે કાર્યવાહી

ધંધૂકા -  ધંધૂકાના ધરમનગર પાસે આવેલા રસ્તા પર આડેધડ પાર્કિંગની સમસ્યા હવે માથાનો દુખાવો બની રહી છે. રસ્તાની બંને બાજુ વાહનો ખડકાઈ જતા વાહનવ્યવહાર માટેની જગ્યા સતત ઘટી રહી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ, રાહદારીઓ અને નાના વાહનચાલકોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ધંધૂકાના ધરમનગર વિસ્તાર પાસેનો રસ્તો હાલ રસ્તો છે કે પાકગ માટેની જગ્યા તેવો સવાલ ઊભો થઈ રહ્યો છે. એક તરફ લાંબા સમયથી વાહનોની હારમાળા પાર્ક રહેતી હોવાના કારણે માર્ગ પહેલેથી જ સાંકડો બની ગયો છે, ત્યારે હવે બંને બાજુ વાહનો આડેધડ પાર્ક થવા લાગતાં સ્થિતિ વધુ ગંભીર બની છે.

નાના વાહનો અને રાહદારીઓની હાલત કફોડી રસ્તાની બંને બાજુ વાહનો ખડકીને પાર્ક કરી દેવામાં આવતા વચ્ચેથી પસાર થવા માટે મર્યાદિત જગ્યા જ બાકી રહે છે. પરિણામે સામસામે વાહનો આવી જાય ત્યારે પસાર થવામાં ભારે મુશ્કેલી સર્જાય છે. ખાસ કરીને બાઈક, રિક્ષા સહિતના નાના વાહનો માટે રસ્તો કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો છે. રાહદારીઓને પણ વાહનોની વચ્ચે જોખમ લઈને ચાલવાની ફરજ પડે છે.એક તરફ શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર પાસેથી દંડ વસૂલવામાં આવે છે, તો બીજી તરફ શહેરના આંતરિક રસ્તાઓ પર ખુલ્લેઆમ થતા આડેધડ પાર્કિંગ સામે કોઈ અસરકારક કાર્યવાહી કેમ થતી નથી? તેવો સવાલ હવે સ્થાનિકોમાં ઊઠી રહ્યો છે.આડેધડ પાર્કિંગ માત્ર અવરજવરમાં અડચણરૃપ નથી, પરંતુ કટોકટીના સમયે પણ ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે. જો કોઈ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ કે અન્ય ઈમરજન્સી વાહનને આ રસ્તા પરથી પસાર થવાની જરૃર પડે અને બંને બાજુ વાહનો પાર્ક થયેલા હોય તો સમયસર માર્ગ મળવો મુશ્કેલ બની શકે છે.

સ્થાનિકોનું કહેવું છે કે રસ્તો જાહેર ઉપયોગ માટે છે, કાયમી પાર્કિંગ માટે નહીં. વારંવારની રજૂઆતો છતાં જો સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવે તો ભવિષ્યમાં સ્થિતિ વધુ વણસી શકે છે.લોકોની માંગ છે કે સંબંધિત તંત્ર દ્વારા ધરમનગર પાસેના રસ્તાની તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે, બંને બાજુ થતા આડેધડ પાર્કિંગને દૂર કરવામાં આવે અને નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ આ રસ્તા પર નિયમિત ટ્રાફિક મોનિટરિંગ અને જરૃરી હોય ત્યાં નો પાકગ વ્યવસ્થા કરવામાં આવે, જેથી રસ્તો ફરીથી વાહનચાલકો અને રાહદારીઓ માટે સરળ અને સુરક્ષિત બની શકે.