Bhavnagar

કરચલીયાપરાના મકાનમાંથી દારૃ, બિયરના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

By GS Team
18 Oct 20261 min read
TukuTouch Logo
ભાવનગરના કરચલીયાપરામાં ગંગાજળીયા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે 69,517 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ઘનશ્યામ વાઘેલા નામના શખ્સની ધરપકડ કરી છે. દારૂ સપ્લાય કરનાર સીદસરનો રાજન વાઘેલા ફરાર થતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કરચલીયાપરાના મકાનમાંથી દારૃ, બિયરના જથ્થા સાથે શખ્સ ઝબ્બે

દારૃ સપ્લાય કરનાર સીદસરનો શખ્સ ફરાર

ગંગાજળીયા પોલીસે દારૃ, બિયર મળી રૃા.૬૯ હજારનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર -  ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં ગંગાજળીયા પોલીસ ટીમે બાતમીના આધારે દરોડો પાડીને મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૃ તથા બીયરનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૃ. ૬૯,૫૧૭નો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે દારૃનો જથ્થો પૂરો પાડનાર અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, ગંગાજળીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, કરચલીયાપરા, રાંદલમાતાના ચોક પાસે રહેતો ઘનશ્યામ ઉર્ફે કાળો રમણીકભાઇ વાઘેલા પોતાના મકાનમાં બહારથી દારૃનો જથ્થો લાવી વેચાણ અર્થે રાખે છે. પોલીસે બાતમીવાળા મકાને દરોડો પાડતા મકાનમાંથી ઘનશ્યામ વાઘેલા હાજર મળી આવ્યો હતો.મકાનના ઉપરના માળે તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૃની સીલપેક બોટલો નંગ ૩૮૭ (કિંમત રૃ. ૬૬,૮૩૭) અને બીયરના ટીન નંગ ૧૬ (કિંમત રૃ. ૨,૬૮૦) મળી આવ્યા હતા. ગેરકાયદેસર જથ્થા અંગે પૂછપરછ કરતા તેણે આ દારૃ સીદસર ગામના રાજન સુરેશભાઇ વાઘેલા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી હતી.પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ઘનશ્યામ વાઘેલાની અટકાયત કરી છે અને નાસી છૂટેલા રાજન વાઘેલાને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.