Bhavnagar

ટીંબી ગામે મારામારીના કેસમાં ચાર શખ્સને ત્રણ વર્ષ સખત કેદની સજા

By GS Team
9 Aug 20261 min read
TukuTouch Logo
જાફરાબાદના ટીંબી ગામે 4 વર્ષ પહેલા વ્યાજબી ભાવની દુકાને લાઈનમાં ઉભા રહેવા બાબતે થયેલી મારામારીમાં 4 આરોપીને કોર્ટે કસૂરવાર ઠેરવ્યા છે. જાફરાબાદ કોર્ટે લખધીર વાળા, ધર્મેન્દ્ર વાળા, બાબુ વાળા અને મયુર વાળાને 3 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને 6 હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. દંડની રકમમાંથી ફરિયાદી ધરમભાઈ ગોહિલને વળતર ચૂકવવા હુકમ કરાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

ટીંબી ગામે મારામારીના કેસમાં ચાર શખ્સને ત્રણ વર્ષ સખત કેદની સજા

વ્યાજબી ભાવની દુકાને લાઈનમાં ઉભા રહેવા બાબતે માર માર્યો હતો

જાફરાબાદ કોર્ટે ચારેય આરોપીને દંડ ફટકાર્યો, દંડની રકમમાંથી ફરિયાદીને વળતર ચૂકવવા હુકમ

રાજુલા -  અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે થયેલી મારામારીના કેસમાં ચાર શખ્સને ત્રણ વર્ષ સખત કેદની સજા અને દંડ ભરવા કોર્ટે હુકમ કર્યો છે.

ટીંબીગામે રહેતા ધરમભાઈ હમીરભાઈ ગોહિલ આશરે ચારેય વર્ષ પહેલા ગામમાં આવેલ વ્યાજબી ભાવની દુકાને રેશન લેવા માટે લાઈનમાં ઉભા હતા. તે સમયે કોનો વારો છો ? તેમ સંચાલકને પૂછતા ધર્મેન્દ્ર સુરૃભા વાળા નામના શખ્સે 'તારા બાપનો વારો છે' તેમ કહીં બોલાચાલી કરી ધર્મેન્દ્ર અને અન્ય ત્રણ શખ્સે બોલાચાલી કરી ધરમભાઈને ગાળો દઈ લાકડી, ફાઈબરના પાઈપ વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ધરમભાઈએ ચારેય શખ્સ સામે નાગેશ્રી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ જાફરાબાદના જ્યુડી. મેજિ. પી.એમ.કામદારની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ દિવ્યેશભાઈ બી. ગાંધીની દલીલો, પુરાવાઓ વગેરેન ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી લખધીર બહાદુરભાઈ વાળા, ધર્મેન્દ્ર સુરૃભા વાળા, બાબુ ઉર્ફે નરેન્દ્ર સુરૃભા વાળા અને મયુર હિંમતભાઈ વાળાને કસુરવાન ઠેરવી ત્રણ વર્ષ સખત કેદની સજા અને દરેક આરોપીને છ હજારનો દંડ તેમજ દંડની રકમમાં ફરિયાદીને વળતર ચૂકવવા હુકમ કર્યો છે.