Bhavnagar

ભાવનગરના મીઠાઈ-ફરસાણના પાંચ વેપારી પેકેજ કોમોડીટી રૃલ્સનાં ભંગ બદલ દંડાયા

By GS Team
7 Nov 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં તોલમાપ વિભાગે મોબાઈલ ચેકિંગ દરમિયાન ગ્રાહકોને સુરક્ષા આપવા કડક કાર્યવાહી કરી છે. પેકેજ કોમોડિટી રૂલ્સનો ભંગ કરનાર 5 મીઠાઈ-ફરસાણના વેપારી સહિત 12 વેપારીઓને દંડ ફટકાર્યો હતો, જેમાં વજનકાંટાનું મુદ્રાંકન ન કરાવનાર વેપારીઓનો પણ સમાવેશ થાય છે. કુલ 17 વેપારીઓ પાસેથી 46,500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો. આ ઉપરાંત, 209 વેપારીઓના 1448 સાધનોની ખરાઈ કરી 4.11 લાખની ફી આવક પણ નોંધાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરના મીઠાઈ-ફરસાણના પાંચ વેપારી પેકેજ કોમોડીટી રૃલ્સનાં ભંગ બદલ દંડાયા

વજન કાંટાનું નિયત સમયમાં મુદ્રાંકન ન કરનારા ૧૨ વેપારીને ૪૬ હજારનો દંડ

વાર્ષિક અને દ્વિવાર્ષિક ચકાસણી પાત્ર ૨૦૯ વેપારીનાં ૧૪૪૮ સાધનોની ખરાઈ કરાઈ, ફી પેટે ૪.૧૧ લાખની આવક

ભાવનગર -  ગ્રાહકોને સુરક્ષા આપતા વિભાગ એવા તોલમાપ વિભાગ દ્વારા મોબાઈલ ચેકીંગ દરમિયાન વિવિધ તાલુકા વિસ્તારોમાં પેકેજ કોમોડીટી રૃલ્સનાં ભંગ બદલ પાંચ મીઠાઈ ફરસાણનાં વેપારી અને વજનકાંટો મુદ્રાંકન ન કરાવનાર ૧૨ વેપારી દંડાયા હતા.

આગામી દિવાળી જેવા તહેવારોને અનુલક્ષીને સ્પેશીયલ મીઠાઈ ફરસાણનાં વેપારી એકમોની તપાસ યોજવામાં આવેલ જે પૈકી શહેરનાં જુદા જુદા વિસ્તારમાં આવેલ મીઠાઈ ફરસામનું ઉત્પાદન કરતા, પેક કરતાં, વેચાણ કરતા વેપારી એકમોની ધી લીગલ મેટ્રોલોજી એકટ ૨૦૦૯ તથા ધી પેકેજ કોમોડીટી રૃલ્સ - ૨૦૦૯ તથા ધી પેકેજ કોમોડીટી રૃલ્સ ૨૦૨૧૧ અન્વયે તપાસ કરવામાં આવી હતી. વેપારી એકમોના વજન કરવા માટે વપરાશમાં લેવાતા વજન કાંટા ચકાસણી, મુદ્રાંકન કરાવેલ ચે કે કેમ તેમજ પેકીંગમાં વેચતા મીઠાઈ - ફરસાણ પેકેટ ફોર્મમાં હોઈ એવા વેપારીઓ દ્વારા પેકર - રજીસ્ટ્રેશન કરાવેલ ચે તે બાબત તેમજ ગ્રાહકોને યોગ્ય જથ્થો મળી રહે તે બાબતની ખાસ તપાસ કરવામાં આવેલ, તપાસ દરમિયાન કુલ ૫ મીઠાઈ ફરસાણના વેપારીઓ પેકેજ કોમોડીટી રૃલ્સ અન્વયે પેકર રજીસ્ટ્રેશન કરાવેલ ન હોઈ કાર્યવાહી કરવામાં આવેલ તેમજ વજન કાંટો ચકાસણી - મુદ્રાંકન કરાવ્યા વગર વપરાશમાં લીધેલ હોઈ તેવા કુલ ૪ મીઠાઈ ફરસાણનાં વેપારી સામે કાર્યવાહી કરવામાં આવેલ. તેમજ અન્ય કરીયાણા, ખીરૃ, મોલ, હીંગ તેમજ પરચુરણ વેપારી કુલ ૮ વેપારી એકમોએ વજન કાંટાનું નિયત સમયમાં ચકાસણી મુદ્રાંકન નહીં કરાવતા કાર્યવાહી કરી ૧૭ વેપારી પાસેથી કુલ ૪૬૫૦૦નો દંડ વસુલાયો હતો.

જ્યારે જિલ્લાનાં વિવિધ વેપારીઓનાં વાર્ષિક અને દ્વિવાર્ષિક ચકાસણી પાત્ર ઈલેક્ટ્રીક ેતમજ મેકેનિકલ વજન માપનાં સાધનોની ખરાઈ કરાવવાની હોય જે અંતર્ગત કુલ ૨૩૪ નિરીક્ષણ કરાયા હતા. જે પૈકી વિવિધ તાલુકા - વિસ્તારનાં ૨૦૯ વેપારીઓ દ્વારા પોતાનાં ૧૪૪૮ વજન માપ સાધનોની ચકાસણી મુદ્રાંકન કરાવ્યું હતું. જેની ફી પેટે તંત્રને ૪,૧૧,૭૭૦ રૃપિયાની આવક ગત એક માસમાં નોંધાઈ હતી. જ્યારે લેઈટ ફી પેટે ૧૯૬૩૮ વસુલાઈ હોવાનું જણાયું છે.