પરબડી ગામે મોડી રાત્રે ફટાકડા ફોડવા બાબતે લોહીયાળ ઝઘડો, દંપતી પર હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
અભદ્ર ગાળો આપી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી
ભાવનગર - ધંધુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા પરબડી ગામે દિવાળીના તહેવાર દરમિયાન મોડી રાત્રે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થયા બાદ ઉગ્ર સ્વરૃપ ધારણ કરી મારપીટ કરાઈ હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ગામના સત્યજીતસિંહ ભુપતસિંહ ચુડાસમા પોતાની સાડા ત્રણ વર્ષની દીકરી સાથે ઘર બહાર ફટાકડા ફોડી રહ્યા હતા, તે દરમિયાન રાત્રે અંદાજે સાડા અગિયાર વાગ્યાના અરસામાં પડોશીઓ સહિત ચાર શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા.લાકડીઓ અને થાપટો વડે હુમલો ચારેય પૈકી સત્યરાજસિંહ અને કશ્યપરાજસિંહ પોતાના હાથમાં લાકડીઓ લઈને આવ્યા હતા અને અત્યારે કેમ ફટાકડા ફોડો છો, અવાજ થાય છે અને અમને સુવામાં તકલીફ પડે છે તેમ કહીને બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. સત્યજીતસિંહએ ના પાડતા પ્રદીપસિંહ કિરિટસિંહ ચુડાસમાએ ગાલ પર બે-ત્રણ ઝાપટો મારી દીધી હતી, જ્યારે સત્યરાજસિંહ અને કશ્યપરાજસિંહે ડાબા હાથ પર કોણીના ઉપરના ભાગે તથા પાછળ પીઠના ભાગે લાકડીઓથી મારીને ઇજા પહોંચાડી હતી.જૂની અદાવત અને ધમકીઓ અગાઉ નાણાકીય લેવડ-દેવડ બાબતે થયેલા ઝઘડાની મનદુઃખની અદાવત રાખીને અર્જુનસિંહ અમરતસિંહ ચુડાસમા સહિતના શખ્સોએ સત્યજીતસિંહ અને તેમના પત્ની નમ્રતાબા સાથે પણ ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. તેમજ હવે પછી અડધી રાત્રે ફટાકડા ફોડશો તો પતાવી દઈશું તેવી જાસા ધમકી આપી હતી.ઘટના બાદ ભોગ બનનારે તુરંત જ ૧૧૨ પર ફોન કરીને પોલીસની મદદ માંગી હતી અને ધંધુકાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. આ મામલે ધંધુકા પોલીસ સ્ટેશનમાં ચારેય વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




