Bhavnagar

બોટાદમાં મિત્રનું સમાધાન કરાવવા ગયેલ યુવાનને કાતરના ઘા ઝીંકાયા

By GS Team
6 Nov 20261 min read
TukuTouch Logo
બોટાદમાં જૂની અદાવતને લઈ મિત્રનું સમાધાન કરાવવા ગયેલા શિવરાજસિંહ ચૌહાણને પિતા-પુત્રો સહિત 4 શખ્સે કાતરના ઘા ઝીંકી લોહિયાળ ઈજા પહોંચાડી હતી. બોટાદ શાકમાર્કેટ પાસે ખોડીદાસ ચૌહાણની દુકાને આ ઘટના બની હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સામા પક્ષે અશરફ ઉર્ફે અચાએ ખોડીદાસને પાઈપનો ઘા માર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદમાં મિત્રનું સમાધાન કરાવવા ગયેલ યુવાનને કાતરના ઘા ઝીંકાયા

પિતા-પુત્રો સહિત ચાર શખ્સે ગાળો દઈ માર માર્યો

ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, સામા પક્ષે એક વ્યક્તિને પાઈપનો ઘા મારી દેવાયો

ભાવનગર -  બોટાદમાં જૂની અદાવતને લઈ ચાલી રહેલા મનદુઃખમાં મિત્રનું સમાધાન કરાવવા ગયેલા એક યુવકને પિતા-પુત્રો સહિતના ચાર શખ્સે કાતરના ઘા ઝીંકી લોહિયાળ ઈજા પહોંચાડી હતી.

બોટાદની રાજપૂત શેરી, નાગલપર દરવાજા પાસે રહેતા શિવરાજસિંહ નટવરસિંહ ચૌહાણ (ઉ.વ.૩૫)ના મિત્ર અશરફ ઉર્ફે અચો ગફારભાઈ માકડને અગાઉ થયેલી બોલાચાલીની દાઝ રાખી ગઈકાલે બુધવારે સવારના સમે ચારથી પાંચ શખ્સો મારા પાછળ ફરતા હોય, જેથી શિવરાજસભાઈ ચૌહાણ ગત રાત્રિના સમયે તેના મિત્ર અશરફ ઉર્ફે અચો માકડને એક્ટીવામાં બેસાડી બોટાદ શાકમાર્કેટ ખાતે આવેલ ખોડીદાસ ચૌહાણની દુકાને સમાધાન કરાવવા ગયા હતા. આ સમયે ખોડિયાદ ચૌહાણ, તેના બે દિકરા અને કારીગર અરવિંદે બેફામ ગાળો દઈ બન્ને મિત્રોને ઢીકાપાટુંનો માર મારી શિવરાજસિંહને કાતરના ઘા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મારામારી દરમિયાન અશરફ ઉર્ફે અચાએ પણ ખોડિદાસ ચૌહાણને માથાના ભાગે લોખંડનો પાઈપ ઝીંકી દીધો હતો. બનાવમાં લોહિયાળ ઈજા પામેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના સંદર્ભે ઈજાગ્રસ્તે ત્રણેય પિતા-પુત્ર અને તેના કારીગર સામે બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.