Bhavnagar

સિહોર-રાજકોટ રોડ પરથી ગૌવંશની ક્રતાપૂર્વક હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

By GS Team
22 Nov 20262 mins read
TukuTouch Logo
સિહોર પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ગૌવંશની ક્રૂરતાપૂર્વક હેરાફેરી કરતી Mahindra પીકઅપ ગાડી ઝડપી પાડી. મહારાષ્ટ્રના 1 શખ્સની ધરપકડ થઈ, જ્યારે અન્ય 1 આરોપી અંધારાનો લાભ લઈ ફરાર થયો. પોલીસે 2 ગાયો અને ગાડી મળી કુલ રૂ. 1,70,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો. પકડાયેલા આરોપી પાસેથી નગરપાલિકાનો નકલી દાખલો પણ મળ્યો, જેની તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિહોર-રાજકોટ રોડ પરથી ગૌવંશની ક્રતાપૂર્વક હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

અંધારાનો લાભ લઈ એક ઇસમ ફરાર થઈ ગયો

પોલીસે પિકઅપ ગાડી, ગાય મળી રૃ.૧.૭૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો

સિહોર -  ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશન બહાર નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ગૌવંશની ક્રતાપૂર્વક હેરાફેરી કરતી એક પીકઅપ ગાડી ઝડપી પાડી છે. આ ઘટનામાં પોલીસે રૃ. ૧,૭૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી મહારાષ્ટ્રના એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ ગયો છે.

ગત રાત્રે સિહોર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ નાઈટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન રાત્રે મળેલી બાતમીના આધારે સિહોર-રાજકોટ રોડ તરફથી આવતી મહિન્દ્રા પીકઅપ ગાડી (નં. એમએચ-૪૮-બીએમ-૮૪૩૯) ને રોકવા માટે પોલીસ સ્ટેશન બહાર શેડ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. રાત્રે ૨૩,૨૫ વાગ્યે શંકાસ્પદ પીકઅપ ગાડી આવતા પોલીસે ઈશારો કરી તેને અટકાવી હતી.ગાડી ઊભી રહેતા જ ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠેલો શખ્સ અંધારાનો લાભ લઈ નાસી છૂટયો હતો. પોલીસે ગાડીના પાછળના ભાગે તપાસ કરતા બે ગૌવંશ (ગાયો) ના પગ અને મોઢા દોરડાથી ક્રતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. વાહનમાં પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા નહોતી તેમજ પરમિટ કે વાહનના દસ્તાવેજો પણ નહોતા.પોલીસે ચાલક દેવશિંગ રાયશિંગ કવાડ (ઉં.વ. ૪૨, રહે. આનવાપાડા, તા. ભોકડદન, જિ. જાલના, મહારાષ્ટ્ર) ની રાત્રે  અટકાયત કરી હતી. ફરાર થયેલા સાથીદાર મુકીમ મોશીનભાઈ શેખ (રહે. આનવા, તા. ભોકડદન, જિ. જાલના, મહારાષ્ટ્ર) વિરુદ્ધ ગુનો નોંધી રૃ. ૨૦,૦૦૦ ની કિંમતની બે ગાયો અને રૃ. ૧,૫૦,૦૦૦ ની પીકઅપ ગાડી મળી કુલ રૃ. ૧,૭૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

સિહોરમાં ગૌવંશ હેરાફેરી કેસમાં નવો વળાંક, આરોપી પાસેથી નગરપાલિકાનો નકલી દાખલો મળ્યો

ગૌવંશ સાથે પકડાયેલા એક શખ્સની તપાસ દરમિયાન તેની પાસેથી સિહોર નગરપાલિકા દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યો હોય તેવો એક દાખલો મળી આવ્યો હતો. જોકે, આ દસ્તાવેજની ખરાઈ કરતા તે સંપૂર્ણપણે બનાવટી હોવાનું બહાર આવ્યું હતું.નગરપાલિકાના નામ અને સત્તાનો દુરુપયોગ કરીને બોગસ દાખલો ઊભો કરવાના આ ષડયંત્રને સિહોર નગરપાલિકાના પ્રમુખે અત્યંત ગંભીરતાથી લીધું છે. તેમણે આ દાખલો બનાવટી હોવાની સ્પષ્ટતા કરી છે, તેમજ આ કૃત્યમાં સંડોવાયેલા તમામ શખ્સો વિરુદ્ધ કાયદેસરની અને દાખલારૃપ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સંબંધિત તંત્રને લેખિતમાં રજૂઆત કરી છે.