Bhavnagar

કુંભારવાડામાં બે અલગ-અલગ જગ્યાએથી ૨૪ મહિલા જુગાર રમતી ઝડપાઈ

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં બોરતળાવ પોલીસે બે સ્થળોએ દરોડા પાડી 24 મહિલાઓને જુગાર રમતા ઝડપી પાડી છે. પોલીસે સ્ટ્રીટલાઇટના અજવાળે ચાલતા આ જુગારધામ પરથી કુલ 24,360 રોકડા અને જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે. તમામ મહિલાઓને BNS એક્ટ હેઠળ નોટિસ આપી, પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કુંભારવાડામાં બે અલગ-અલગ જગ્યાએથી ૨૪ મહિલા જુગાર રમતી ઝડપાઈ

બોરતળાવ પોલીસની મોટી કાર્યવાહી

પોલીસના બે અલગ-અલગ દરોડા દરમિયાન જુગારનું સાહિત્ય, રોકડ રૃ.૨૪ હજાર કબજે લીધા

ભાવનગર -  ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. બોરતળાવ પોલીસ મથકના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે કુંભારવાડામાં બે અલગ-અલગ સ્થળો પર દરોડા પાડીને સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલી કુલ ૨૪ મહિલાઓને રંગે હાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે સ્થળ પરથી જુગારનું સાહિત્ય અને કુલ રૃપિયા ૨૪,૩૬૦ ની રોકડ રકમ જબ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ દરોડાની વિગત મુજબ બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે અક્ષરપાર્ક સરકારી સ્કૂલ સામે શેરી નંબર ૨૯ની ખુલ્લી જગ્યામાં કેટલીક મહિલાઓ ગોળ કુંડાળું વળીને જુગાર રમી રહી છે. પોલીસે સ્થળ પર રેડ કરીને ૧૮ મહિલાઓને ઝડપી લીધી હતી.પોલીસે સવિતાબેન પ્રવીણભાઈ ચૌહાણ, સોનલબેન વશરામભાઈ મકવાણા, મનીષાબેન લક્ષ્મણભાઈ બારૈયા, ભાનુબેન ભકાભાઈ જસાણી, હર્ષાબેન અશોકભાઈ મેર, સુરતાબેન મુકેશભાઈ કાનાણી, રમીલાબેન ભાયાલાલભાઈ બારૈયા, જીતાબેન પ્રવીણભાઈ રાઠોડ, ભારતીબેન રાજુભાઇ કુવાહરા, ઇન્દુબેન જતીનભાઈ બારૈયા, વનીતાબેન કિશોરભાઈ બોરસણી, ભાવુબેન કિશોરભાઈ મેર, પાકુબેન ગગજીભાઈ ગોરાસવા, કૈલાસબેન અજિતભાઈ બાવળીયા, સોનલબેન મુનાભાઈ વાઘેલા, મમતાબેન નરેશભાઈ ધરાજીયા, હેતલબેન અરજણભાઈ ધરાજીયા અને માવુબેન ધીરુભાઈ રાહાણી (તમામ રહે. કુંભારવાડા, ભાવનગર)ને જુગારનું સાહિત્ય અને રોકડા રૃ. ૧૩,૪૧૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અન્ય એક દરોડામાં કુંભારવાડા નારીરોડ પર આવેલ લાલ કારખાના પાછળ મેલડી માતાના મંદિરની પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે ત્યાં દરોડો પાડયો હતો.પોલીસે જુગાર રમતી સખુબેન નરેશભાઈ કાનાણી, ચકુબેન સુરેશભાઈ કાનાણી, કાજલબેન સંજયભાઈ મકવાણા, ગવુંબેન કરમશીભાઈ ચૌહાણ, સોનલબેન ચકાભાઈ ગોહેલ અને યોગેશ્વરીબેન વિજયભાઈ વાઘેલાને જુગારનું સાહિત્ય અને રોકડા રૃ. ૧૦,૯૫૦ સાથે પકડી પાડી હતી.ઘટના રાત્રિના સમયની હોવાને કારણે પોલીસે તમામ ૨૪ મહિલાઓની અટકાયત કરવાને બદલે બીએનએસ એક્ટની કલમ ૩૫(૧) મુજબ નોટિસ પાઠવી હતી અને સવારે પોલીસ મથકે હાજર રહેવા માટે સમજણ આપી હતી. બોરતળાવ પોલીસે તમામ મહિલાઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.