ભરૂચમાં ખુલ્લા મોટા ખાડામાં સજાલીમાં રહેતો યુવાન ડૂબ્યો
ભરૂચ, તા. 25 જુલાઇ 2019, ગરૂવાર
ભરૂચના એમજીરોડ પર આલી ડીગીવાડ પાસે આવેલ ખુલ્લા મોટા ખાડાના ગંદા પાણીમાં એક યુવાન ડૂબતા તેનું મોત થયું હતું. પાન કાર્ડના આધારે તેની આળખ થતાં યુવાન મૂળ ઓરિસ્સાનો હોવાનું બહાર આવ્યું
ભરૂચ ના એમ. જી. રોડ પર આલી ડિગીવાડ પાસે આવેલ ખુલ્લા ખાડા માં અ 30 વર્ષનો લાગતો યુવાન ડૂબ્યાનો વિડિયો વાઇરલ થતા લોક ટોળા કુતુહલવશ એકત્રીત થયા હતા.
આ ઘટનાની જાણ સ્થાનિકોએ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગના લાશ્કરોએ તત્કાલ ઘટના સ્થળે દોડી જઇ યુવાનને શોધી કાઢવા કવાયત હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આખરે યુવાનના મૃતદેહ ને શોધવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી.
આ બાદ બી ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો મેળવી તેની ઓળખ માટે પ્રયાસો હાથ ધરતા તેની પાસે થી મળી આવેલ પાનકાર્ડના આધારે તે મૂળ ઓરિસ્સાનો અને હાલમાં સજાલીમાં રહેતો ૨૮ વર્ષિય ચિતરંજન તરિયા હોવાનું બહાર આવ્યુ હતું.
બનાવ સંદર્ભે રોષ વ્યકત કરવા સાથે પાલિકાની ગુનાહિત બેદરકારી હોવાનો આક્ષેપ કરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.