ઝઘડિયા તા.31 જાન્યુઆરી 2020 શુક્રવાર
ઝઘડિયા તાલુકાના સેલોદ ગામની પ્રાથમિક શાળાના પાછળના ભાગે ચાર પરપ્રાંતીયોને જુગાર રમતા ઝઘડિયા પોલીસે ઝડપી લીધા છે.જુગારીયાઓ પાસે રોકડા , મોબાઈલ મળી કુલ રૂ. 21,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગતરોજ ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના સેલોદ ગામની પ્રાથમિક શાળાના પાછળના ભાગે ખુલ્લામાં કેટલાક શખ્સો પાનાપત્તાનો જુગાર રમે છે. ઝઘડિયા પોલીસે તેની ટિમ સાથે છાપો માર્યો હતો.
છાપામારી દરમિયાન કેટલાક શખ્સો ગોળ કુંડાળું વળી પાનાપત્તા વડે હારજીતનો જુગાર રમતા હતા. છાપામારીમાં ચાર શખ્સોે પોલીસના હાથે ઝડપાય ગયા હતા. પોલીસે પાનાપત્તાના જુગારમાં ચાર મોબાઇલફોન રોકડા રૂપિયા મળી કુલ 21,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે (1) દિનેશ ભુમાશંકર મિશ્રા હાલ રહે રાજપૂત ફળિયું ઝઘડિયા મૂળ રહે લોહસાઈ મધ્યપ્રદેશ (2) બિમલેશ બ્રીજબાં કેવર હાલ રહે ચાર રસ્તા ઝઘડિયા મૂળ( રહે ડોળીયા તેથાવાદ મધ્યપ્રદેશ )(3) સુરેશ પ્રસાદ છોટેલાલ મિશ્રા હાલ રહે ચારરસ્તા ઝઘડિયા મૂળ( રહે ડોડોળીયા તેથવાદ મધ્યપ્રદેશ )(4) હરિલાલ રંકેવળ પ્રસાદ બાગ પાછળ ઝઘડિયા મૂળ( રહે મિર્જાપુર ઉત્તરપ્રદેશ) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


