ભરૂચના ગોલ્ડન બ્રિજ પર કારનું ટાયર ફાટી જતાં વાહન વ્યવહાર ઠપ
-ત્રણ કલાક બાદ વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો
ભરૂચ તા.18 જુન 2020 ગુરૂવાર
ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજમાંથી પસાર થતી ગાડીના ટાયરમાં પંચર પડી જતાં બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. ત્રણ કલાકની જહેમત બાદ પંચર પડેલી ગાડીને બહાર કાઢયા બાદ વાહન રાબેતા મુજબ કરવામાં પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
ભરૂચ જિલ્લામાં અનલોક 1 ચાલી રહ્યું છે.સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપતા ભરૃચ જિલ્લો પુનઃ એકવાર ધમધમતો થયો છે.ભરૂચ જિલ્લાનો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ વાહનોથી પૂનઃ ધમધમતા થયો છે.અંકલેશ્વર તરફથી આવેલી ફોરવિલ ગાડી ગોલ્ડન બ્રિજમાંથી પસાર થઇ રહી હતી.
તે દરમિયાન ગાડીનું ટાયર ફાટી જતા ગાડી સ્થળ પર જ અટકી પડી હતી. જેથી બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. પોલીસે ગોલ્ડન બ્રિજમાં જઈ પંચર પડેલી ફોર વ્હીલ ગાડીને જહેમત ઉઠાવી બહાર કાઢી, ત્રણ કલાક બાદ વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાની કવાયત હાથ ધરી હતી.કલાકો સુધી ભરૃચ અને અંકલેશ્વર બંને તરફ બન્ને તરફના છેડા ઉપર વાહનોની લાંબી કતારો જામી હતી
કેટલાક વાહનચાલકો નેશનલ હાઇવે 48 ઉપરના મુલદ ટોલટેક્સનો ટોલ બચાવવા માટે કેટલાક વાહનચાલકો ગોલ્ડન બ્રિજનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ગોલ્ડન બ્રિજ ઉપર વાહનોનું ભારણ વધી રહ્યું છે. જેના કારણે આજે કલાકો સુધી બંને છેડા ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.