અંદાડા ગામ પાસે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો
-યુવાનની રેકી કરી લૂંટી લેનાર એક આરોપીને ઝડપાયો
અંક્લેશ્વર તા.11 ઓગષ્ટ 2019 રવીવાર
અંકલેશ્વરમાં ગણતરીનાં કલાકોમાં અંદાડા લૂંટનો આરોપી એલસીબી પોલીસે ઝડપી પાડયો હતો. અંદાડા વાધી રોડ યુવાનની રેકી કરી લૂંટને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઝઘડીયાનાં દધેરા ગામે જે દુકાન કલેકશન કરવા માટે જતા હતા .તે જ દુકાનદારે પોતાના મુંબઈ કાકાના દીકરાને માહિતી આપી હતી. ભાટવાડનાં રિયાઝ બાલાએ તેના મુંબઈ રહેતી માસીના દીકરા સાથે લૂંટને અંજામ આપતા પોલીસે તેને ઝડપી પડયો હતો.
અંકલેશ્વરમાં ગત ૮મી નાં રોજ અંદાડા ગામની અંબિકાનગર ખાતે રહેતા ઉમેશ બલિરામ શાહ છાપરા પાટીયા ખાતે સી.કે.પટેલ કોમ્પ્લેક્ષમાં આવેલી શ્રીજી ટેલિકોમ ઓફિસમાં કેશ કલેક્શન નોકરી કરે છે. રાજપીપળા ચોકડી તેમજ અન્ય સ્થળેથી રૂ 4.16,300 રૃપિયા ઉઘરાણી કરી બપોરે અઢી વાગ્યે રાજપીપળા ચોકડીથી અંદાડા ગામ તરફ વાધી રોડ પરથી પસાર થઇ રહ્યા હતા.
તે દરમિયાન તેમની એક્ટીવા રોકી બાઇક ઉપર આવેલા શખ્સે અંદાડા ક્યાં છે. પૂછવાના બહાને રોક્યો હતો. બાઇક પર સવાર અન્ય ૨શખ્સેા અચાનક ઉતરી આવી તેમની પાસે લટકાવેલી કાપડની થેલી જેમાં રૂ 4.16,300 હતા .તે બેગની લૂંટ કરી ગડખોલ તરફ લઇ ભાગી છૂટયા હતા.
જે ઘટના અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી. અંકલેશ્વર વિભાગીય પોલીસે તેમજ એલ.સી.બી ભરૃચ અને પી.આઈ.આર દ્વારા ટીમ બનાવી તપાસ આરંભી હતી. શહેરનાં ભાટવાડનાં રિયાઝ બાલાએ લૂંટને અંજામ આપ્યો હોવાની બાતમી મળતા એલસીબી પી.એસ.આઈ. તેમજ તેમની ટીમ દ્વારા રિયાઝ બાલાને ભાટવાડ ખાતેથી ઝડપી પાડયો હતો. તેની પાસે રોકડ રૂ 55,400 તેમજ એક મોબાઈલ અને બાઇક પોલસે કબ્જે કરી કુલ 90,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ અંગે વધુ પૂછપરછ કરતા ઝઘડીયાના દધેરા ગામમાં મની એક્સચેન્જ ચલાવતા સહદ શેખએ મુંબઈ ખાતે રહેતા તેના કાકાનાં દીકરા અર્ષ સૈયદને ટીપ આપી પ્લાન બનાવ્યો હતો.લૂંટને અંજામ આપવા યુનિકોન બાઇક પુરી પાડી હતી. અર્ષ સૈયદ તેના મુંબઈના મિત્ર ઇબ્રાહિમ અને તેની માસીના દીકરા એવા રિયાઝ બાલાને સામેલ કરી લૂંટ અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે અન્ય 2 આરોપીને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.