અંક્લેશ્વરતા.31 જાન્યુઆરી 2020 શુક્રવાર
અંકલેશ્વરનાં એવરગ્રીન ગેસ્ટ હાઉસનાં રૃમમાં મધ્યપ્રદેશનાં યુવકે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી લેતા ચકચાર મચી હતી.
મધ્યપ્રદેશનાં ભીંડ જિલ્લાનાં સિપોડા ગામનાં ૨૯ વર્ષીય કુલદીપ મહેશસિંહ સેંગર અંકલેશ્વર જીઆઇડીસી માં નોકરી માટે આવ્યો હતા.તે પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ એવરગ્રીન ગેસ્ટ હાઉસમાં 106 નંબરનાં રૃમ માં રોકાયો હતો.
દરમ્યાન કુલદીપ સેંગરે કોઈક અગમ્ય કારણોસર રૃમમાં પંખા સાથે દોરીનો ફંદો બનાવીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી . જે અંગેની જાણ ગેસ્ટ હાઉસનાં સફાઈ કામદાર ને થતા તેઓએ હોટલનાં સંચાલકને જાણ કરી હતી.શહેર પોલીસે કુલદીપ સેંગરનાં મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


