પાલેજમાં એક રાતમાં એકસાથે મકાન અને દુકાનમાં તસ્કરોનો હાથફેરો
-પોલીસ કહે છે,સબ સલામત કારણ કે ફરિયાદ નોંધાઈ નથી
પાલેજ તા.16 નવેમ્બર 2019 શનિવાર
પાલેજ નગરના એક રાત્રી માં એક મકાન તેમજ એક દુકાનમાં ચોર તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો જ્યારે અન્ય એક જ્વેલર્સની દુકાન તોડવાનો નિષ્ફર પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનામાં પાલેજ પોલીસ દર વખતની માફક ઊંઘતી ઝડપાઇ હતી.
પાલેજ ખાતે આવેલ એક ઝવેલર્સની દુકાન માં ગુરુવારની રાત્રે તસ્કરો દ્વારા દુકાનનાં દરવાજાનાં નકુચા તોડી અંદર પ્રવેશી ચાંદીનાં દાગીનાની ઉઠાંતરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા. જ્યારે બીજી તરફ નજીકમાં જ આવેલી સોના ચાંદીની બીજી એક દુકાનનાં દરવાજાનો નકુચો તોડી દુકાનમાં પ્રવેસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ અંદરની લોખડની જાળીનાં ખુલતાં ચોર તોડકીનો પ્રયાસ નિષ્ફળ નીવડયો હતો. ગુરુવારની જ રાત્રે ચોર ટાળકી દ્વારા પાલેજ નગરમાં ચોરી માટે ત્રીજો પ્રયત્નો પણ આદર્યો હતો.
આ બનાવ લીમડા શેરી વિસ્તાર માં એક બંધ મકાન ના દરવાજાનાં નકુચા તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતાં.મકાન માલિકનાં જણાવ્યા મુજબ તેઓ વડોદરા હતાં .તેઓ ની માતાનાં દાગીના અને રોકડ રકમ તસ્કરો લઈ ભાગી ગયાનું જણાવ્યું છે.ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સૃથળ ઉપર પોહચી હતી પરંતુ રાતની ઘટનામાં બીજા દિવસની સાંજ પાડવા સુાૃધી કોઈ ફરિયાદ નોંધવા પામી નથી.
એક ઝવેલર્સની દુકાનમાંથી તસ્કરો એ સી.સી.ટી.વી કેમેરાનું ડી.વી.આર કાઢી લઈ ગયાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત વાઈ ફાયનું બોક્સ પણ ઉઠવી ગયા હતા.પાલેજમાં છેલ્લા છ મહિનામાં અનેક નાની મોટી ચોરીઓ થઈ પરંતુ કોઈ ચોરીની ઘટના પોલીસના ચોપડે ચડતી નથી .એ બાબત અચરજ પમાડે એમ છે.