અંકલેશ્વરની શ્રી ચારભુજા ફર્ટીલાઈઝરીનું ડુપ્લીકેટ ખાતર વેચતો વેપારી ઝડપાયો
અંક્લેશ્વર તા.6 માર્ચ 2020 શુક્રવાર
અંકલેશ્વર જીઆઈડીસીની આવકાર સોસાયટીમાં રહેતા અને શ્રી ચારભુજા એગ્રો ફર્ટીલાઈઝર કંપની ધરાવતા મયુર વ્રજલાલ જૈન ઉ.વ 63 સાથે છેલ્લા નવ વર્ષ થી માંડવરાઈ એગ્રો ટેકનાં માલિક લાલજી ભુરાભાઇ પરમાર રહેવાશી 103 , વાસુદેવ કોમ્પલેક્ષ , પહેલો માળ , સ્ટેશન રોડ,તળાજા ,ભાવનગર નાં ઓ ડીલરશીપ લઈને કાઠિયાવાડમાં ખાતરનું વેચાણ કરતા કરે છે. જૂન ૨૦૧૯માં મયુર જૈનની તબિયત નાદુરસ્ત હતી , અને ત્યારે લાલજી પરમારે તેઓને ખાતરની વધુ 60,000 બેગ્સ બનાવવા માટે જણાવ્યુ હતુ.
તેઓએ સ્વાસ્થ્ય શારુ નહોવાનાં કારણે સ્પષ્ટ ના કહી હતી , પરંતુ લાલજી પરમારે તેઓની કંપનીનાં માર્કાવાળી બેગ્સ બનાવીને તેમાં ડુપ્લીકેટ ખાતર ભરીને વેચાણ કરવાનંન શરુ કર્યુ હતુ.અને શ્રી ચારભુજા ફર્ટીલાઈઝર કંપનીનાં નામનાં જીએસટી નંબર તેમજ ડુપ્લીકેટ કંપનીનાં ઈન્વોઈસ તેમજ ચલણો નો બનાવ્યા હતા,
આ સમગ્ર બાબત મયુર જૈનનાં ધ્યાન પર આવતા તેઓએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.જેમાં તેઓએ આરોપી લાલજી પરમારે અગાઉ રૂ.30,96,440 નું ખાતર શ્રી ચારભુજા એગ્રો ફર્ટીલાઈઝર માંથી ખરીદી ને રૂપિયા ચુક્યા નહોવા સહિત છેતરપીંડી વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધવીહતી. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે તેઓની ફરિયાદને આધારે લાલજી પરમારની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી હતી.