જંબુસરમાં નજીવી બાબતે ધીંગાણું થતાં ત્રણને ઇજા
-ચાકુના હુમલામાં ગંભીર ઘવાતા વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા
જંબુસર તા.16 જાન્યુઆરી 2020 ગુરૂવાર
જંબુસરના ખાનપુર ભાગોળે નજીવી બાબતે ધીંગાણું થતાં ત્રણને ઇજા પહોંચી હતી. તા.14 મી રાત્રે 10 વાગે સાયકલની દુકાન ચલાવતા શખ્સ પર અન્ય શખ્સોએ ભેગા થઈ ચાકુ વડે હુમલેા કરી ગંભીર ઈજાઓ પહોંચાડતાં ત્રણને જંબુસરના દવાખાને પ્રાથમિક સારવાર બાદ વડોદરા ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જંબુસર શહેરમાં ખાનપુર ભાગોળ ખાતે રહેતા મુબારક મજિદ અબ્દુલ મીયા સૈયદ સાયકલ નામનો સ્ટોર ચલાવે છે .
તા.14 મીના રોજ રાતના નવેક વાગ્યાના અરસામાં તે ઉતરાયણનો તહેવાર હોવાથી તે અને તેના મિત્ર નઇમ અબ્દુલ તથા મોહિતશા શબ્બીરશા દિવાનનાઆ તેની દુકાન પાસે બેઠા હતા તે સમયે રાતના દસેક વાગ્યાના અરસામાં તેને દુકાનની બાજુમાંની જાવેદ તલાટીની દુકાન પરથી કેટલાક શખ્સોએ લીધેલી વસ્તુ બાબતે લોકો અંદરોઅંદર ગાળાગાળી કરતા હોય તેવામાં એક જણાએ તેની દુકાનની બહાર લટકતું ટાયર ખેંચી ફેંકતા મુબારકે જણાવેલ કે ભાઈ તમારે જે કઈ હોય તમે મારો સામાન કેમ ફેંકો છો તેમ કહેતાં એક જણાએ ગાળો બોલતાં તેને ગાળો બોલવાની ના પાડતા આ લોકો તેને ગાળો બોલવા લાગેલા તેવામાં ત્યાં તેના કાકા યુનુસ હમિદ મલેક તથા શબ્બીર શાહ મોહમ્મદ દિવાન તથા તેમનો પુત્ર પણ ત્યાં હાજર હોય તેઓએ પણ આ લોકોને સમજાવતા હતા.
ઘટના સ્થળે હાજર શખ્સો જેમાં બળવંત ઉર્ફે જ્હોની પરમાર તથા તેજસ પરમાર તથા પ્રવિણ પરમાર ત્રણે (રહે જંબુસર દરબાર) કરીને તથા સંજય ઉર્ફે જલેબીએ અન્ય એક અજાણ્યા શખ્સે તેમના કાકા યુનુસ હમીદ માલીકને ગાળો બોલતા બળવંત ઉર્ફે જોની પરમાર ના એ અમોને ગમેતેમ ગાળો બોલી તેના હાથમા ચપ્પુ કાઢી તેમને મારી નાંખવાની ધમકી આપી હતી. ઉપરાંત તેને યુનુસ હમીદ માલીકના ઓને ડાબા પગની જાંઘ ઉપર ચપ્પુના ઘા મારી દેતા લેહી નિકળયું હતું. શાબીરશા મહમંદ ઈબ્રાહીમ દિવાન તથા તેમનો છોકરો મોહીત વચ્ચે પડતાં આ બળવંત ઉર્ફે જોની પરમારે ચપ્પુ વડે શબીરશા મહમંદ ઈબ્રાહીમ દિવાનને જમણા કાન ઉપર તથા મોહીત શા શબીરશા દિવાનને જમણા પગ પર તથા જમણા હાથની હથેળી ઉપર ચપ્પુ માર્યું હતું.
આ વખતે તેઓએ કોઈને ફોન કરી બીજા શખ્સોને બોલાવી દંડા તેમજ ઢીકા પાટું નો માર મારવા લાગેલા તેવામાં ત્યા ટોળે થયેલા લોકોમાં જાવીદ તલાટી તથા રફીક બેન્ડ વાલા તથા એહજાજ મોટું તથા શબીરભાઈ આલમ તથા માંજ ઈસ્માઈલ મલીક તથા સમીરભાઈ નગરપાલિકા વાળા તેમજ બીજા માણસો વચ્ચે પડી તેઓને છોડાવી દવાખાને મોકલી અપાયા હતા.
યુનુસ હમીદ મલીક તથા શબીર મહમંદ ઈબ્રાહીમ દિવાન તથા તેમનો પુત્ર મોહીતને પણ ચપ્પુ વડે ગંભીર ઈજાઓ પહોચાડેલ હોય તેઓને વધુ સારવાર માટે વડોદરા સરકારી દવાખાને મોકલાયા હતા.ત્રણે શખ્સોને પ્રાથમિક સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા