અંક્લેશ્વર-વાલીયા તાલુકામાં ચાર કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ
-જિલ્લામાં વરસાદ, ભરૂચ શહેરમાં છાંટો પણ નહી
ભરૂચ તા.25 સપ્ટેમ્બર 2019 બુધવાર
અંક્લેશ્વર-વાલીયા તાલુકામાં ચાર કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભરૃચના વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમરીયા વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો ગરબા આયોજકો ચિંતામાં મુકાયા હતા.
વરસાદે વિરામ લીધાનો સંતોષ હજુ લોકો માને તે પૂર્વે તો પુનઃ બુધવારથી વાદળોની ફોજ આકાશમાં ઉતરી આવતા વરસાદી માહોલ છવાયું હતું. અને વીજળીના કડાકા ભડાકા અને વાદળોના ગડગડાટથી મુશળધાર વરસાદ તૂટી પડશે તેમ લાગી રહ્યું હતું. પરંતુ માત્ર છૂટા છવાયા ઝરમરીયા વરસાદને બાદ કરતા ભરૃચમાં ભારે વરસાદ વરસ્યો ન હતો. પરંતુ વાતાવરણ જરૃર વરસાદી થઇ જતાં ઉકળાટમાં રાહત જણાઇ રહી હતી.
ભરૃચ જીલ્લાના અંક્લેશ્વર વાલીયા અને ઝઘડિયામાં વરસાદ વરસ્યો હતો જેમાં બપોરના 12 થી 4 સુધીમાં અંક્લેશ્વરમાં 62 મી.મી. તો વાલીયામાં 71 મી.મી. વરસાદ વરસતા જળબંબાકાર થઇ જવા પામ્યું હતું. ઝઘડિયામાં માત્ર એક 1મી.મી. વરસાદ નોંધાયો હતો.
જ્યારે અન્ય તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. થપ્પ થઇ જતા વીજ કંપનીના કર્મચારીઓ પણ દોડી ગયા હતા.
સદનસીબે પાસેના ટ્રાન્સફોર્મર ના ફ્યુઝ ઉડવા સિવાય કોઇ મોટુ નુકસાન થયુ ન હતું. તેમજ જાનહાની પણ થવા પામી ન હતી. પરંતુ સંકુલ સહિત તમામ ને ખૂબ પ્રકાશનો અનુભવ જરૃર થયો હતો.
મોબાઇલ ટાવર સહિતની તમામ મશીનરી ઇલેક્ટ્રીક સપ્લાય આવતા પૂર્વત રીતે ચાલુ થઇ જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. અને ટાવરના કારણે કોઇ ભારે નુકસાન ન થયાનું માની રહ્યા હતા.