Get The App

અંકલેશ્વર જયશ્રી એરોમેટિક કંપનીમાં ચોરની હત્યામાં ત્રણની ધરપકડ

-હત્યા અને એક્ટ્રોસિટી એકટ હેઠળ પોલીસે ગુનો દર્જ કરી વધુ તપાસ શરૂ કરી

Updated: Oct 5th, 2019

GS TEAM

Google News
Google News
અંકલેશ્વર જયશ્રી એરોમેટિક કંપનીમાં ચોરની હત્યામાં ત્રણની ધરપકડ 1 - image

અંક્લેશ્વર તા.5 ઓક્ટાેબર 2019 શનિવાર

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની જય શ્રી એરોમેટિક કંપનીમાં ચોરી કરવા માટે આવેલા ચોરને મારામારીને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. 

મળતી માહિતી મુજબ  અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ જય શ્રી એરોમેટિક કંપનીમાં ભંગાર ચોરી આૃર્થે આવેલા નરેશ શુક્લભાઈ વાસાવા ઉ.વ. 29  , રહે ટેકરા ફળિયુ , ઝરણા ગામ , નેત્રંગ ને કંપનીનાં કર્મચારીઓ તેમજ સિક્યુરિટી એ ઝડપી લેતા તેની પુછપરછ કરી હતી .જો કે તે યોગ્ય જવાબ નહિં આપતા ચોરને રસ્સીથી બાંધી દઈને લાકડી અને પાઇપથી મારમાર્યો હતો. 

જેના કારણે ઈજાગ્રસ્ત નરેશ વસાવાને સારવાર આૃર્થે લઇ જવામાં આવ્યો હતો , જ્યાં નરેશ વસાવાનંણ મોત નીપજ્યું હતુ.આ ઘટના અંગે મૃતક નરેશનાં પિતા શુક્લ વસાવાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી . જેના આધારે પોલીસે હત્યા અને એક્ટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંઘીને કંપનીનાં કર્મચારીઓ હિરેન પરસોત્તમભાઈ ભુવા રહે , નીલકમલ સોસાયટી , જીઆઇડીસી , અંકલેશ્વર , દીપેન ચંદુભાઈ પટેલ રહે વેદાંત રેસિડન્સી , જીઆઇડીસી અંકલેશ્વર , તેમજ બીટુ ઉત્તમભાઈ પાસવાન રહે મીરાનગર , અંકલેશ્વરનાં ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી હતી. 


Tags :