ભરૂચ નર્મદા નદીનાં તોફાની પાણીએ ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી વટાવી
-૩ વાગ્યા સુધીમાં નદીનાં પાણી ૨૭ ફૂટે વહેતા કાંઠા વિસ્તારનાં ગામોમાં સ્થળાંતર કરાયુ
અંક્લેશ્વર તા.9 ઓગષ્ટ 2019 શુક્રવાર
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીનાં જળસ્તરમાં તોફાનીવેગે વધારો થઇ રહ્યો હતા.ે બપોરનાં ૩ કલાક સુધીમાં નર્મદા નદીનાં પાણીએ ભરૃચ ગોલ્ડન બ્રિજની ૨૭ ફૂટની સપાટી પહોંચી ગઈ હતી.જે ભયજનક કરતા ૩ ફૂટ વધારે હતી . તંત્ર દ્વારા અંકલેશ્વરનાં નદી કિનારાનાં ગામોને સાબદા કરીને સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર કરવાની કવાયત હાથ ધરી હતી.
સરદાર સરોવર નર્મદા ડેમ માંથી પાણી છોડવામાં આવતા ભરૃચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજનું જળસ્તર તોફાની ગતિએ વધ્યું હતુ. જે નદી પાણી માટે તરસી રહી હતી તેમાં તોફાની ગતિએ પાણીની આવક થતા નદી બન્ને કાંઠે વહેતી થઈ હતી . અને બપોરનાં ૩ કલાક સુધીમાં ગોલ્ડન બ્રિજની જળ સપાટી ૨૭.૩૦ ફૂટને આંબી ગઈ હતી.જાણવા મળ્યા મુજબ સવારે ૬ કલાકથી ગોલ્ડન બ્રિજની જળસપાટી માં દર કલાકે એક ફૂટનો વધારો નોંધાય રહ્યો હતો .બપોરનાં સમયથી તેમાં થોડો ઘટાડો થતા તંત્રે પણ રાહત અનુભવી હતી.
અંકલેશ્વર તાલુકાનાં નર્મદા નદી કિનારે વસેલા ગામો જુના બોરભાઠા બેટ, જુના કાંસીયા , સરફુદ્દીન , ખાલપીયા , જુના છાપરા કે જે ગામો પુરમાં સૌથી પહેલા પ્રભાવિત થાય છે ત્યાં તંત્ર દ્વારા ખડે પગે રહીને રાહતની કામગીરી શરુ કરવામાં આવી હતી.અંકલેશ્વરનાં પ્રાંત અધિકારી , મામલતદાર તેમજ મહેસુલ વિભાગ , પોલીસ તંત્ર દ્વારા પૂરથી પ્રભાવિત થતા ગામોને હાઇએલર્ટ કરીને જરૃરી સ્થળાંતરની કામગીરી કરી હતી.
પ્રાંત અધિકારી જણાવ્યુ હતુ કે નર્મદા ડેમ માંથી ૮ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૃચ ગોલ્ડન બ્રિજની જળસપાટીમાં વધારો થઇ રહ્યો છ.ે રાત સુધીમાં આ જળસ્તર ૩૨ ફૂટે પહોંચવાની શક્યતાઓ છે . જેના પગલે નદીનાં કાંઠે વસેલા જુના બોરભાઠા બેટ , જુના કાંસીયા , સરફુદ્દીન , ખાલપીયા ગામોને એલર્ટ કરીને જરૃરી સ્થળાંતરની કામગીરી કરવામાં આવી હતી .મામલતદાર , મહેસુલ વિભાગ , પોલીસ તંત્ર સહિત એસડીઆરએફ ની એક ટીમને પણ તૈનાત કરવામાં આવી હતી.
- અંકલેશ્વરનાં જુના ધંતુરીયા ગામે જમીનનું ધોવાણ
અંકલેશ્વર તાલુકાનાં જુના ધંતુરીયા ( કોયલી ) ગામની જમીનનું નદીનાં ધસમસતા પાણીમાં ધોવાણ યાથવત રહ્યુ હતુ.અંકલેશ્વર તાલુકાનાં જુના ધંતુરીયા ( કોયલી ) ગામ નર્મદા નદીનાં કિનારે વસેલુ છે .આ ગામની જમીનનું ધોવાણ સતત થઇ રહ્યુ છ.નર્મદા નદીમાં પાણીની આવકમાં તોફાની ગતિએ વારો નોંાતા ગામની જમીનનું ોવાણ વુ થયુ હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યુ હતુ.
-અંકલેશ્વરનાં સરફુદ્દીન ગામનાં ૩૦૦ લોકોનું કરાયુ સ્થળાંતર
નર્મદા નદીનાં કાંઠે વસેલા સરફુદ્દીન ગામ માંથી તંત્ર દ્વારા ૩૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ. ગ્રામજનોને દિવા ગામનાં જલારામ મંદિર ખાતે આસરો આપવામાં આવ્યો હતો .સરફુદ્દીન ગામ માં એલ એન્ડ ટી કંપનીનાં બ્રિજની કામગીરી કરતા ૧૫૦ કામદારોને દિવા ગામનાં ભાથીજી મહારાજનાં મંદિર ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. વધુમાં મોડી સાંજ સુધીમાં ૧૦૦૦ લોકોને સ્થળાંતરિત કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ હતુ.