ઝઘડિયા મઢી ઓવારા ખાતે વિસર્જન બાદ પ્રતિમાઓની દુર્દશા
-વિસર્જન બાદ પૂરના પાણી ઉતાર્યા બાદ પ્રતિમાનો ઢગલો ઓવારા પર ખડકાતા ભાવિકોમાં કચવાટ
ઝઘડિયા તા.13 ઓગષ્ટ 2019 મંગળવાર
ઝઘડિયા નર્મદા મઢી ઓવારા પર દશામાંની પ્રતિમા વિસર્જન કરાયા બાદ હાલમાં પૂર્ણ પાણી ઉતાર્યા બાદ વિસર્જન કરાયેલી પ્રતિમાની માઠી દશા જોવામળી છે.પ્રતિમા વિસર્જનના દિવસે ઓવારો પૂર્ણ પાણીમાં ગરકાવ હોવાથી આજે પાણી ઉતાર્યા બાદ આજે પ્રતિમાઓના ઢગલા નજરે પડયા છે.પ્લાસ્ટિકનો કચરો મોટા પ્રમાણમાં ગમે ત્યાં ફેંકવાંમાં આવ્યો હતો.
ઝઘડિયા મઢી આશ્રમના નર્મદા કિનારા પર આવેલા રામઘાટ ઓવારા પર કેટલા વર્ષોથી દશામાંની પ્રતિમાઓ અને ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે. પીઓપીની બનેલી પ્રતિમાઓ નર્મદાના પાણીને પ્રદુષિત કરી જળચર જીવોને જોખમ ઉભું કરે છે.
હાલમાં દશામાંની પ્રતિમા વિસર્જનના દિવસે નર્મદામાં પૂરની સ્થિતિ હતી. મઢીનો રામઘાટ ઓવારાના તમામ ૩૨ પગથિયાં પાણીમાં ગરકાવ થયા હતા .જેથી દશામાંની પ્રતિમાઓનું ઓવારા ઉપરથીજ વિસર્જન કરવામાં આવ્યું હતું. નર્મદામાં પૂરના પાણી ઉતાર્યા બાદ ઓવારા પર વિસજત કરાયેલ પ્રતિમાઓ કાદવ કીચડમાં જોવા મળતાં ભાવિકોની લાગણી દુભાઈ હતી. સેંકડોની સંખ્યામાં પ્રતિમાઓ તૂટેલી ફૂટેલી હાલતમાં પડી હતી. વિસર્જન સમયે આડેધડ ફેંકવામાં આવેલા પૂજા સામગ્રીના પ્લાકસ્ટિક તેના ઢગલા નજરે પડતા હતા.