વાલિયામાં કંપનીના પાર્કિંગમાં કારનો કાચ તોડી રૂ. બે લાખની ઉઠાંતરી
-બે અજાણ્યા શખ્સો બેગની ચોરી કરી ફરાર
વાલિયા તા.19 સપ્ટેમ્બર 2019 ગુરૂવાર 2019
વાલિયાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન કંપનીમાં બે અજાણ્યા શખ્સોએ પાર્કિંગમાં પાર્ક કરેલી કારના દરવાજાનો કાચ તોડી રોકડ રૂપિયા બે લાખ ભરેલ થેલીની ચોરી કરી ફરાર થઇ જતા વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના ગડખોલની પ્રમુખપાર્ક સોસાયટીમાં રહેતા અને વાલિયાના કોંઢ ગામ પાસે આવેલ ગુજરાત ગાર્ડિયન કંપનીમાં પ્રોડકશન કોડીનેટર તરીકે ફરજ બજાવતા અનીલ રાજપૂત અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એચડીએફસી બેન્કમાં પોતાના ખાતામાંથી રૃપિયા બે લાખ ઉપાડીને એક પ્લાસ્ટિકની બેગમાં મુકી પોતાની અર્ટિકા કારના ડેશબોર્ડના ખાનામાં મુકી તેઓ ગુજરાત ગાર્ડિયન કંપનીમાં આવ્યા હતા .કાર કંપનીના પાર્કિંગમાં પાર્ક કરી ફરજ પર ગયા હતા.
દરમ્યાન બે અજાણ્યા શખ્સો આવી તેઓની કારના દરવાજાનો કાચ તોડી ડેશબોર્ડના ખાનામાં મુકેલ રોકડા રૃપિયા બે લાખની બેગની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ અંગેની જાણ અનીલ રાજપૂતને થતા તેઓએ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.