અંક્લેશ્વરમાં મેઘાવી માહોલ સાથે નવરાત્રીનો રંગ જામ્યો
-વરસાદ ખેલૈયા ઓ નો ઉત્સાહ ડગાવી શક્યો નહીં
અંક્લેશ્વર તા.1 ઓક્ટાેમ્બર 2019 મંગળવાર
અંક્લેશ્વરમાં નવરાત્રીનો પ્રારંભ વરસાદ થયો છે. અને ગરબા મેદાનોમાં પણ વરસાદને કારણે કિચડનું સામ્રાજ્ય સર્જાયું છે. તેમછતાં ખેલૈયાઓનો ઉમંગ અને ઉત્સાહ વધ્યો છે, અને મેઘાવી માહોલમાં પણ મનમુકીને યુવાધન ગરબે રમી રહ્યું છે.
અંક્લેશ્વરમાં શહેર વિસ્તારના ગુંજ સોશિયલ ગૃપ, રંગ રસિયા નવરાત્રી મહોત્સવ તેમજ જીઆઇડીસી વિસ્તારમાં શ્રી યુવા મિત્ર મંડળ, નવ દુર્ગા યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જોકે હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કર્યાબાદ ગરબા ખેલૈયાઓ તેમજ આયોજકોમાં નિરાશા વ્યાપી હતી, અને બે નોરતા દરમિયાન વરસાદ વરસ્યો હતો, તેથી ગરબા મેદાનોમાં કિચડનું સામ્રાજ્ય સર્જાયું હતું. પરંતુ તેમછતાં ખેલૈયાઓનો જુસ્સો અડગ રહ્યો હતો, અને મનમુકીને યુવાધન ગરબે ઝુમ્યું હતું.