રાજપારડીમાં ડેન્ગ્યૂ પોઝીટીવ દર્દીઓ આરોગ્ય ટીમ દ્વારા સર્વે અને ફોગીંગ
-ઉમલ્લા ગામે પણ ડેન્ગ્યૂ પોઝિટિવ દર્દીઓ હોવાની ચર્ચા
રાજપારડી તા.6 નવેમ્બર 2019 બુધવાર
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ડેન્ગ્યૂ પોઝિટિવ દર્દીઓ જણાતા આરોગ્ય વિભાગ દ્વારા નગરમાં સર્વે હાથ ધરવામાં આવ્યું હતુ.તા.૫ મીના રોજ આરોગ્ય ટીમ દ્વારા નગરમાં કેટલાક સ્થળોએ ફોગીંગ કરવામાં આવ્યુ હતું.
રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ કહે છે કે નગરમાં કુલ 3 જેટલા ડેન્ગ્યુ પોઝીટીવ દર્દીઓ જણાયા હતા.આ સિવાય રોગની શરુઆતમાંજ અન્ય શંકાસ્પદ પોઝીટીવ લક્ષણ ધરાવતા કોઇ દર્દીઓએ બહાર સારવાર લીધી હોય તેમની કોઇ માહિતી જાણવા મળી નથી.
સ્ન આરોગ્ય ટીમે નગરના કેટલાક શંકાસ્પદ અને ડેન્ગ્યુગ્રસ્ત વિસ્તારોમાં ફરીને સર્વે હાથ ધરીને એન્ટી લારવા એક્ટિવિટી હાથ ધરી હતી.સ્થાનિક આરોગ્ય ટુકડીએ નગરના શંકાસ્પદ અને ડેન્ગ્યુગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇને લોકોને ડેન્ગ્યુથી કેમ બચવુ તેની જાણકારી આપી હતી.
નગરમાં ડેન્ગ્યુ પોઝિટિવ દર્દી જણાયા બાદ આરોગ્ય ટીમે તા.૫ અને ૬ નારોજ સઘન તબીબી સર્વે હાથ ધર્યુ હતુ.વધુમાં જાણવા મળ્યા મુજબ નગરના અન્ય ડેન્ગ્યુ શંકાસ્પદ વિસ્તારોમાં પણ સર્વે હાથ ધરવામાં આવશે.નગરજનોને જો કોઇ ડેન્ગ્યુ ના લક્ષણ ધરાવતા દર્દીઓ જણાય તો સૃથાનિક આરોગ્ય વિભાગને જાણ કરવાનું પણ જણાવવામાં આવ્યું છે.રાજપારડી નજીકના ઉમલ્લા ગામે પણ ડેન્ગ્યુ પોઝિટિવ દર્દીઓ જણાયા હોવાની ચર્ચાઓ જાણવા મળી છે. ઉમલ્લા અને દુમાલાવાઘપુરા ગામોએ પણ મેડીકલ સર્વે હાથ ધરાય તે જરુરી છે.