અમલેશ્વર ગામે મકાનમાં તસ્કરોનો હાથફેરો
-ગ્રામ પંચાયતના સીસીટીવીમાં તસ્કરો કેદ
ભરૂચ તા.25 મે 2020 સાેમવાર
ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામે પરિવાર ઉપરના માળે ઊંઘતું રહ્યું અને નીચેના મકાનમાં તસ્કરોએ પ્રવેશી 25 તોલા સોનું સવા લાખ રોકડ સહિત લાખોના મુદ્દામાલ ઉપર હાથફેરો કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. પરિવાર સવારે ઉંઘમાંથી ઉઠતા ઘરવખરી રફે દફે જોઈ હોશ ઉડી ગયા હતા. તપાસ કરતાં તસ્કરો સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામે ટેકરા ફળિયામાં રહેતા કિરણસિંહ રણા પરિવાર સાથે મકાનના ઉપરના માળે ઊંઘી રહ્યા હતા .તે દરમિયાન તસ્કરોએ નીચેના મકાનના દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો.ઘરના નીચેના રૃમમાં રહેલા કબાટના તાળાઓ તોડી ૨૫ તોલા સોના દાગીના ં તથા રૂ.1. 25 લાખ તથા વિવિધ સામગ્રી પર હાથફેરો કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા .
વહેલી સવારે ઉંઘમાંથી ઉઠેલા કિરણસિંહ નટવરસિંહ રણા નીચેના મકાનના રૃમમાં આવતાની સાથે જ ઘર વખરી રફે દફે જણાતા તેઓએ પોતાના લોખંડના કબાટમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના તથા રોકડ ગુમ જણાવતાં તેણે ચોરી અંગેની જાણ પોલીસને કરી હતી.પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી ગ્રામ પંચાયત દ્વારા લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાની ઘટના સામે આવી હતી.
અમલેશ્વર ગામના નાનકડા ફળિયામાં ચોરીની ઘટના બનતાં ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો હતો.પોલીસ તસ્કરોનું પગેરુ મેળવવા માટે ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી. પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.