Get The App

ઝાડેશ્વર વિસ્તારના બંગલામાં ઘુસેલા તસ્કરો ઝડપાયા

Updated: Jul 23rd, 2019

GS TEAM

Google News
Google News
ઝાડેશ્વર વિસ્તારના બંગલામાં  ઘુસેલા તસ્કરો ઝડપાયા 1 - image

ભરૂચ, તા.23 જુલાઈ 2019 મંગળવાર

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રાત્રી દરમિયાન એક બંગલામાં ચોરી કરવા ધૂસેલા તસ્કરોને સી ડીવિઝન પોલીસે ત્રણ થી ચાર કલાકના દિલધડક ઓપરેશન બાદ તસ્કરોના વળતા હૂમલા વચ્ચે બેને  ઝડપી પાડયા હતા.

ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં તસ્કરો ચોરી કરવાના ઇરાદે ધૂસ્યા હતા. જે ઘટના  ત્યાં લગાડેલા સી.સી. ટી.વીમાં દેખાતા સોસાયટીના રહીશોએ એક્ઠા થઈ તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સોસાયટીના આસોપાલવના વૃક્ષ પાછળ સંતાયેલા તસ્કરો ઝડપાઈ જતા તસ્કરોએ લાક્ડી વડે હુમલો  કરી સોસાયટીના રહીશોના હાથમાંથી છટકી આ બન્ને તસ્કરો એક બંગલાના ધાબા ઉપર ચઢી જઈ બંગલાના ડોમના કાચ તોડી બંગલામાં ધૂસી ગયા હતા. 

આ ઘટનાની સોસાયટીના રહીશોએ  સી ડિવિઝન પોલીસને કર કરાતા જ પોલીસ કાફલો  હથીયારો સાથે રાધાકૃષ્ણ સોસાયટીમાં દોડી આવ્યો હતો.  

તસ્કરોપાસે હથિયાર હોવાની સંભાવનાથી પોલીસ પણ તસ્કરોને પકડવા તેનીવિમાસણમાં હતી.પરંતુ સીડિવિઝનના પોલીસકર્મીઓએ હિંમત બતાવી તસ્કરોને ઝડપી પાડવા ઓપરેશન હાથ ધર્યું હતું.

પોલીસે સોસયટીના દરવાજા ઉપર પહેરો ગોઠવી બીજી બાજુ મશીનગન સાથે બંગલમાં પ્રવેશ કરતાં એક્શન ફિલ્મ જેવા દ્રષ્યો સર્જાયા હતા. બંગલામાંથી તસ્કરોનેપકડવા ગયેલી પોલીસ ઉપર પણ તસ્કરોએ વળતો હૂમલો કરતા માહોલ ગરમાયો હતો. પોલીસે લાંબી કવાયત બાદ  બંગલાના રસોડાના માળીયેથી  આખરે બન્નેને ઝડપી પાડયા હતા. 

-એક ચોર છોટાઉદેપુર અને બીજો રાજસ્થાનનો

ભરૂચમાં ઝડપાયેલા બંનેની આકરી પુછતાછ કરતા એક  તસ્કર  છોટાઉદેપુરના કાળી તળાવડીનો વિજય રમેશ જોશી અને બીજો રાજસ્થાનના પાલી ગામનો વતેસિંહ મારવાડી હોવાની હકીકત બહાર આવી હતી.આ બંન્ને તસ્કરો છેલ્લા કેટલાક સમયથી ઝાડેશ્વર ચોક્ડીની ફૂટપાથ ઉપર રહેતા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી તેની સાથે અન્ય બીજા કોણ સંડોવાયેલા છે અને બીજે કયાં કયાં ચોરીને તેમણે અંજામ આપ્યો છે તે જાણવા તેમની પુછતાછ હાથ ધરી છે. 

Tags :