Get The App

ઝઘડિયાની સીકા કંપનીના સંચાલકો દ્વારા કેમિકલ વેસ્ટ ખાડો ખોદી જમીનમાં દબાવી દેવાનું કૌભાંડ

-રેતી અને સિમેન્ટનો વેસ્ટ જમીનમાં દબાવી નિકાલ કરાવાનો કંપની સંચાલકોનો બચાવ

Updated: Jul 19th, 2019

GS TEAM

Google News
Google News
ઝઘડિયાની સીકા કંપનીના સંચાલકો દ્વારા કેમિકલ વેસ્ટ ખાડો ખોદી જમીનમાં દબાવી દેવાનું કૌભાંડ 1 - image

ઝઘડિયા તા.19 જુલાઇ 2019 શુક્રવાર

ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ સીકા ઇન્ડિયા લી દ્વારા છેલ્લા બે દિવસ થી કંપનીનો કેમિકલ વેસ્ટનો જથ્થો કંપની હદમાં ખાડા ખોદી જમીનમાં દબાવામાં આવી રહ્યો હતો. પ્રકૃતિ સુરક્ષા મંડળની ટીમને માલુમ પડતા સીકા કંપનીના સંચાલકોને કૃત્ય કરતા ઝડપી લેવાયા હતા.

ઝઘડિયા જીઆઈડીસીના કંપની સંચાલકો કેમિકલ વેસ્ટનો નિકાલ કરવાં નવા નવા તુક્કા અજમાવી રહ્યા છે, કંપની સંચાલકો દ્વારા કંપનીમાં ગેરકાયદેસર રીતે વેસ્ટનો સંગ્રહ કરી તેનો કંપની હદ માંજ નિકાલ કરતા હોવાનું માલુમ પડયું છે. સંચાલકો દવારા ખુલ્લી જમીનમાં ખાડા કરી વેસ્ટ તેમાં દબાવી ઉપર માટી ભરી દેવામાં આવે છે, 

વર્ષ પછી તેને નજીકની પંચાયતના સરપંચને માટી પૂરાં કરવા મફતમાં આપી દેવામાં આવે છે. આજ પ્રમાણે ઝઘડિયા જીઆઈડીમાં આવેલ સીકા ઇન્ડિયા લી. કંપની દ્વારા કેમિકલ વેસ્ટ પ્લાસ્ટિકની બેગોમાં ભરી  બે દિવસથી કંપનીની હદમાં ખાડા ખોદી દબાવામાં આવતું હોવાનું જણાયું હતું. કંપની સંચાલકોએ મોટા પાયે કેમિકલ વેસ્ટ આ રીતે જમીનમાં દબાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

આ બાબતે  જીપીસીબીને જાણ કરી કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.  જીપીસીબી મુખ્ય અધિકારીનો સંપર્ક કરતા તેઓ રાજ પર હોઈ કચેરી ખાતે સંપર્ક કરવા જણાવ્યું હતું. કચેરી નો સંપર્ક કરતા કોઈ જવાબદાર અધિકારીએ  કચેરીના ફોન પર જવાબ આપ્યો ન હતો. કંપની સંચાલકોને આ બાબતે પુછાતા તેમને લૂલો બચાવ કરતા ગોળ ગોળ જવાબ આપતા જણાવ્યું હતું કે કંપનીમાં વેસ્ટ થયેલ રેતી અને સિમેન્ટ નો ખાડા ખોદી નિકાલ કરવામાં આવી રહ્યો હતો.

જો કંપની માં રેતી અને સિમેન્ટ ના વેસ્ટનો નિકાલ કરવાનો હોઈ તો તેને જમીનમાં ખાડા ખોદી તેમાં દબાવીને નિકાલ કરવાની શુ જરૃર પડી, રેતી અને સિમેન્ટ કોઈ નુકસાન કરતા નથી તેને જમીનમાં દબાવી નિકાલ કરવાની કોઈ જરૃર પડતી નથી ! જેવા પ્રશ્નો ઉભા થયા હતા. 

Tags :