અંકલેશ્વર નોટીફાઈડ ઓથોરિટી દ્વારા જીઆઈડીસીમાં સેનિટાઇઝેશન કરાયુ
-દુકાનોની બહાર એક વ્યક્તિથી અંતર રહે તે માટે માકગ કર્યું
અંક્લેશ્વર તા.25 માર્ચ 2020 બુધવાર
અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જીઆઇડીસી રહેણાંક વિસ્તારમાં ડીપીએમસી ફાયર વિભાગની ટીમની મદદથી સેનિટાઇઝેશન કર્યું હતુ.
કોરોના વાઇરસની દહેશતે દરેકમાં અજાણ્યા ભયનો માહોલ સર્જી દીધો છે.ભારત સરકાર દ્વારા ૨૧ દિવસનાં લોકડાઉનની જાહેરાત કરી છે.આ સમયે લોકો હવે પોલીસ વિભાગને સહયોગ આપી રહ્યા છે .બહાર નીકળીને બીમાર પડવુ એના કરતા હવે ઘરમાં સુરક્ષિત રહેવુ સૌ કોઈ મુનાસીબ માની રહ્યા છે .નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા રહેણાંક વિસ્તારમાં સેનિટાઇઝેશન કરવામાં આવ્યુ હતુ.
ડીપીએમસી ફાયર સ્ટેશનની મદદ થી કોલોનીમાં સેનિટાઇઝેશન કરવામાં આવતા લોકોએ વાયરસનાં ડરથી થોડી રાહત અનુભવી હતી. રહેણાંક વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટરોની જીવન જરુરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો બહાર જીઆઇડીસી પોલીસનાં સહયોગથી એક મીટરનાં અંતરે સર્કલ બનાવવામાં આવ્યા છે .જેમાં ખરીદી કરવા અર્થે આવતા ગ્રાહકો ઉભા રહીને અન્ય વ્યક્તિ થી થોડું અંતર જાળવીને સુરક્ષા વ્યવસ્થાને સહયોગ આપશે.
નોટીફાઈડ ઓથોરિટી દ્વારા કેટલીક સોસાયટીઓમાં સેનિટાઇઝેશન કરવામાં આવ્યુ ન હોવાની બૂમો ઉઠવા પામી છે.માત્ર દેખાડારૃપ નહિં પરંતુ ઠોસ કામગીરી કરવામાં આવે તેવી લાગણી પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.