ભરૂચ જિલ્લામાં નવા 14 કોરોના પાેઝિટિવના કેસ
-શંકાસ્પદ કોરોના બે વ્યક્તિના મોત
ભરૂચ તા.12 જુલાઇ 2020 રવીવાર
ભરૂચ જિલ્લામાં સતત કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે .હવે કોરોનાની ઝપેટમાં રાજકીય નેતાઓ અને તબીબો પણ સપડાઈ રહ્યા છે .જેના કારણે તંત્ર હવે કોરોના પોઝિટિવ દર્દીઓના નામોની યાદી ઉપર રોક લગાવી દીધી છે .
ભરૂચ જિલ્લામાં આજે બે શંકાસ્પદ દર્દીના મોત નિપજવા સાથે નવા 14 કોરોના પોઝિટિવ નોંધાયા હતા.જેના પગલે ભરૂચ જિલ્લાનો કોરોના પોઝિટિવનો આંકડો 460 ઉપર પહોંચી ગયો છે.સતત કોરોના પોઝિટિવ ની સંખ્યામાં વધારો થયા બાદ પણ લોકોમાં સાવચેતીનું અભાવ જોવા મળ્યો છે .
બપોરના ચાર વાગ્યા સુધી બજારોમાં વેપારીઓ પોતાનો ધંધો કરી શકશે પરંતુ ચાર વાગ્યા બાદ કેટલાક વેપારો ધમધમતા જોવા વેપારીઓ ધમધમતા જોવા મળી રહ્યા છે.
ભરૂચ જિલ્લાવાસીઓમાં પણ સાવચેતીનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થયો છે.ભરૂચ જિલ્લામાં નવા 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.
જેમાં ભરૂચ 4,અંકલેશ્વર 5,વાગરા 2,જંબુસર 1 ,ઝઘડિયા 1 ,હાંસોટ 1, કુલ 14 નોંધાતા ભરૂચ જિલ્લાનો કોરોના પોઝિટિવનો કુલ આંકડો 460 ને પહોંચી ગયો છે ત્યારે લોકોમાં પણ સાવચેતી આવેે તે જરૂરી છે.કોરોના પાેઝિટિવ આવેલ દર્દીઓ પૈકી 31 દર્દીઓ સ્ટેબલ છે.