ભરૂચ શહેર અને જિલ્લામાં આજથી આસાે નવરાત્રિનો પ્રારંભ
-મા શક્તિનું ઉપાસના- પર્વ શ્રધ્ધાભેર ઉજવાશે
ભરૂચ તા.29 સપ્ટેમ્બર 2019 રવીવાર
ભરૂચ શહેર- જિલ્લાના લાખો ભાવિક ભાઇ- બહેનો રવિવારથી ફરી એક વાર માંડીના શક્તિ ઉપાસના પર્વ નવરાત્રિમાં હોંશભેર જોડાશે અને માની કૃપા પામી ધન્ય થશે.
મા શક્તિની પૂજા વિશ્વની પ્રત્યેક સંસ્કૃતિમાં સહુથી પ્રાચીન ભક્તિ પરંપરા છે. અનુસાર, પ્રથમ ત્રણ નોરતા તમસ એટલે કે ,મા મહાકાળી અને મા ભદ્રકાળીના વિચરણનો સમયગાળો છે. મધ્યના ત્રણ નોરતા રજસ એટલે કે મા મહાલક્ષ્મીના વિચરણનો સમયગાળો છે .છેલ્લા ત્રણ નોરતા ધવલ એટલે કે મા મહાસરસ્વતીના વિચરણનો સમયગાળો છે. તમસ અજ્ઞાનદર્શક, રજસ, ઉદ્યમદર્શક છે.
પર્વ તરીકે પ્રત્યેક નવરાત્રિ, માતાની પૂજા ભક્તિ દ્વારા માનવી સાત્વિક શક્તિ પ્રાપ્ત કરે અને કષ્ટોથી મુક્ત બને એવા, પાયાના ઉદ્દેશનું માહાત્મય ધરાવે છે. નવ-નવ દિવસ સુધી માનું શ્રધ્ધાપૂર્વક પૂજન અર્ચન ભક્તને લોભ-મોહ અને ક્રોધના દુર્ગુણોથી અળગા કરે છ.ે એને જીવનશુધ્ધી ની દિશા તરફ વાળે છે. મા શક્તિની ઉપાસનાના આ દિવસોમાં માનવી ભક્તિની મહત્તા સમજવાની સાથે આસુરી તત્વો અને વિચારોથી બચવાનો સંકલ્પ કરે અને દ્રઢતાપૂર્વક સાકાર કરે એ થોડું અઘરૃ છે.ભરૂચ જિલ્લાના વિવિધ મંદિરોમાં શુક્રવારે સાંજે શક્તિ ઉપાસના માટે ઘટસ્થાપન, અનુાન, અભિષેક અને મહાઆરતી, ભંડારા યોજાશે.
રવિવારથી આસાે સુદ-૧ સાથે ચૈત્રી નવરાત્રિનો મંગળ પ્રારંભ થશે. હિંદુ કેલેન્ડર અનુસાર વર્ષમાં મહા, ચૈત્ર, અષાઢ અને આસો એમ ચાર નવરાત્રિ પર્વ આવે છે. જેમાં શ્રધ્ધાસભર ઉજવણીની દ્રષ્ટિએ ચૈત્રની વાસંતિક નવરાત્રિ જ્યારે આસોની શારદીય નવરાત્રિનું માહાત્મ્ય વિશેષ છે.
ભરૂચ શહેરના અંબાજીમંદિરો ખાતે અને વિવિધ મંડળો દ્વારા ચૈત્રી નોરતાની ઉજવણી રૃપે ચંડીપાઠ અને હોમહવનના કાર્યક્રમો થશે. મંત્ર-તંત્ર-સ્તોત્ર અને અન્ય વિધ વિધાનાથી ઇષ્ટદેવની આરાધના કરાશે.