મક્તમપુર ફિલ્ટરેશન પ્લાન્ટની જર્જરીત ટાંકી ઉતારી લેવાઇ
ભરૂચ તા.23 જુલાઈ 2019 મંગળવાર
ભરૂચના મક્તમપુર ફીલ્ટરેશન પ્લાન્ટની જર્જરીત થઇ ગયેલ પાણીની ટાંકી ઉતારી લેવામાં આવી છે.ટાંકી ગમે ત્યારે તૂટી પડશેની દહેશત હતી
ભરૂચના જ્યોતિનગર પાસે આવેલ ભરૃચ નગરપાલિકાના ફીલ્ટરેશન પ્લાન્ટની પાણીની ટાંકી ના દાદર નો કેટલોક ભાગ તૂટી પડવા સાથે જોખમી બની જતાં આસપાસના રહીશોના ભય પ્રસરી જવા પામ્યો હતો.
આ અંગે લોકો દ્વારા પાલિકામાં રજુઆત કરી તે ઉતારી લેવા માટેની માંગણી પણ કરવામાં આવી હતી.
જર્જરીત અને જોખમી બનેલી પાણીની ટાંકી ને ઉતારી લેવાનો નિર્ણય પાલિકા દ્વારા કરવામાં આવ્યા બાદ તે માટેની ટેન્ડર પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી.
આ બાદ બે દિવસથી આ જોખમી પાણીની ટાંકી ઉતારી લેવાતી કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરવામાં આવી ૭હતી અને સુરક્ષિત રીતે ટેકનીકલી સજ્જ થઇ આખીયે ટાંકી ને ધરાશયી કરી દેવામાં આવી હતી. જોખમી બનેલી પાણીની ટાંકી સુરક્ષીત રીતે પાલિકા દ્વારા ઉતારી લેવાની કામગીરી હાથ ધરાતા આસપાસના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.