જૂના તવરા ગામે રૂ.1.40 લાખના દારૂ સાથે બે આરોપી ઝડપાયા
-કુલ રૂ.1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ભરૂચ તા.3 ફેબ્રુઆરી 2020 સાેમવાર
જુના તવરા ગામની સીમમાંથી ભરૂચ એલસીબી પોલીસે રૂ. 1,39,2000 ના દારૂ સાથે બે આરોપીને ઝડપી લીધા હતા.
ભરૂચ જિલ્લામાંથી બદીઓ નાબુદ કરવા જીલ્લા પોલીસવડાની સૂચનાના આધારે ખાસ ઝુંબેશ ઉપાડી ભરૃચ એલસીબીના પોલીસે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ વિસ્તારના જુના તવરા ગામમાં તપાસ આદરી ગામની સીમમાં આવેલા એઠાણા વગામાંથી બે ઇસમને દારૂ સાથે ઝડપી લીધા હતા.
જેઓની પુછપરછ કરતાં તેઓ જુના તવરાનો ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો રાજ તેમજ નર્મદા કેમાતુર કંપની પાસેની ઝુંપડપટ્ટીનો સંજય વસાવા હોવાનું બહાર આવ્યુ હતું. પોલીસે બંને આરોપીની રૂ.1,39,200 ના દારૂ તેમજ મોબાઇલ અને રોકડ મળી કુલ રૃપિયા 1,60,050 ના મુદ્દામાલ સાથે અટકાયત કરી સી ડિવિઝન પોલીસને હવાલે કર્યા હતા.