ઝઘડિયાના જામોલી ગામે જુગાર રમતા ચાર ખેલીઓ ઝડપાયાઃબે ફરાર
- રૂ.21 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે છ જુગારી વિરૂધ્ધ ગુનો દાખલ
ઝઘડિયા તા.18 નવેમ્બર 2019 સાેમવાર
ઝઘડિયાના જામોલી ગામેથી ઝઘડિયા પોલીસે બાતમીના આધારે છાપો મારી ચાર જુગારીયાને ઝડપી લીધા હતા.જ્યારે બે જુગારી ફરાર થવામાં સફળ રહ્યા હતા.પોલીસે કુલ રૂ.21,210 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે નાસી ગયેલા બે અને ઝડપાયેલા ચાર જુગારી વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હથ ધરી હતી.
ઝઘડિયા તાલુકાના ત્રણેય પોલીસ મથકોની હદમાં પાનાપત્તા, આંકડાના જુગાર મોટા પાયે રમાઈ છે. પોલીસની જુગાર બાબતે ઢીલી કામગીરી ના પગલે જુગારીયાઓને છુટ્ટો દોર મળ્યો છે. ગત રોજ જિલ્લા એલસીબીની ફૂલવાડી ગામે છાપામારી બાદ ઝઘડિયા પોલીસે જામોલી ગામે પાનાપત્તાનો જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી લઇ છ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
ઝઘડિયા પોલીસે જામોલી ગામે કેટલાક ઈસમો પાનાપત્તા વડે હારજીતનો જુગાર રમે છે.તે સ્થાને છાપો મારીમાં ચાર જુગારીયા આબાદ ઝડપાય ગયા હતા જયારે બે જુગારિયોં નાસી ગયા હતા.
પોલીસે જુગારીયાઓ પાસેથી રોકડા રૂપિયા તથા બાઈક મળી રૂ. 21,210 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે (1) રાજુ રસિક વસાવા (2) દિનેશ ચંદુ વસાવા (3) વિપુલ વિક્રમ વસાવા (4) દીપેશ રતિલાલ વસાવા તમામ રહેવાસી જામોલી તા. ઝઘડિયા (5) જગદીશ અર્જન વાઘેલા મૂળ રહે કાસીન્દ્રા, ધોલેરા હાલ જામોલી (6) ગજન દલપત વસાવા મૂળ રહે વસવાદી તા. ઓલપાડ હાલ રહે જામોલી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે અને નાસી ગયેલ બે જુગારીયાની ધરપકડના કરી હતી.