ભરૂચના લિંક રોડ ઉપર તોફાને ચઢેલા બે આખલાએ મહિલાને એડફેટમાં લેતા ઈજા
- રખડતા પશુઓના ત્રાસથી લોકોમાં ભય
ભરૂચ તા.22 નવેમ્બર 2019 શુક્રવાર
ભરૂચના લિંક રોડ ઉપર બે આંખલા તોફાને ચડતા ટુ વ્હીલર વાહન ચાલક મહિલાને અડફેટે મા લેતા મહિલાને ઇજા થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.આજ રીતે શક્તિનાથ માં એક ગૌમાતા તોફાને ચઢતા સાયકલો ને અડફેટે લેતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચના લિંક રોડ પર માતરીયા તળાવ પાસે રાત્રે બે આંખલા ઓ તોફાને ચડતા મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતાં વાહન ચાલકોમાં ફાફડાટ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાહન ચાલકો અને રાહદારીઓ માં દોડધામ મચી જવા પામી હતી.જેમાં વાહન ચાલક મહિલાને અડફેટમાં લેતા મહિલા રોડ પર ફંગોળાઇ ગઇ હતી.
મહિલાને ઇજા થતા આસપાસના વાહનચાલકોએ દોડી આવી ઇજાગ્રસ્ત મહિલાને રોડ સાઇડ ઉપર ખસેડી સારવાર માટે રીક્ષા મારફતે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા . આ માર્ગ ઉપર સતત અડધો કલાક સુધી આંખલાઓ તોફાને ચડતા મુખ્ય માર્ગો પરથી પસાર અન્ય વાહન ચાલકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. બીજી બાજુ ભરૃચ ના શક્તિનાથ માં રાત્રે એક ગૌમાતા તોફાને ચડી દોડાદોડ કરી મુકતા લોકો માં ગભરાટ પ્રસરી ગયો હતો. પાર્ક કરેલ સાયકલો ને ગૌમાતા એ અડફતે લીધી હતી. સદનસીબે કોઈ વ્યક્તિ ને ઇજા થવા પામી હતી.
ભરૂચ દ્વારા જાહેર માર્ગો પર રખડતાં ઢોરો અનેક વાહનચાલકો અને રાહદારીઓને અડફેટમાં લઇ રહ્યા છે . ભરૂચ નગર પાલિકા દ્વારા જાહેર માર્ગોઉપર રખડતા ઢોરોને પાંજરેપુરવા માં આવે તેવી માંગ ઉઠી રહી છે.