ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવના 25 કેસ નોંધાયા
-ભરૂચ -6, અંકલેશ્વર -13, હાંસોટમાં -6 કેસ
ભરૂચ તા.19 જુલાઇ 2020 રવીવાર
ભરૂચ જિલ્લામાં સતત દિવસે દિવસે કોરોનાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.લોકોમાં પણ સાવચેતીનો અભિગમ જોવા મળ્યો છે આજરોજ નવા આજરોજ નવા ૨૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જેના પગલે ભરૂચ જિલ્લાનો કોરોના પોઝિટિવ નો આંકડો 643 ઉપર પહોંચી ગયો છે ત્યારે તંત્ર પણ હવે કડકાઈ ભર્યું વલણ અપનાવે તે જરૂરી છે.
ભરૂચ જિલ્લામાં દિવસે દિવસે કોરોના ની સંખ્યામાં વધારો થયો છે.ગતરોજ 14 કોરોના પોઝિટિવ નોંધાયા બાદ આજરોજ ડબલ કોરોના પોઝિટિવના દર્દીઓની યાદી સામે આવી છે આજરોજ નવા 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ભરૂચ 6, અંકલેશ્વર 13, હાંસોટ 6, ભરૂચ જિલ્લામાં કુલ 25 કોરોના પોઝિટિવ નોંધાયા હતા તો ભરૃચમાં શંકાસ્પદ લોકોના મૃત્યુ પણ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે .
ભરૂચના અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા નદી પાસે કોવિડ સ્મશાન સ્થિત આજરોજ એક શંકાસ્પદ મહિલાનો મૃતદેહ તેમજ ગત રોજ પણ ત્રણ જેટલા મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જોકે કોરોનાવાયરસ થી કેટલા મોત થયા છે તે તંત્ર દ્વારા સત્તાવાર માહિતી પુરી પાડી નથી.હવે લોકોને કોરોના દર્દીના આંકડા પર પણ વિશ્વાસ રહ્યો નથી.