ભરૂચ જિલ્લામાં નવા 14 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા
-અંકલેશ્વર- 6 ,ભરૂચમાં- 3 જંબુસર- 4 અને વાગરા- 1 મળી કુલ કોરોના કેસની સંખ્યા 232 ઉપર પહોંચ્યો
ભરૂચ તા.30 જુન 2020 મંગળવાર
ભરૂચ જિલ્લામાં નવા 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જેના પગલે ભરૂચ જિલ્લાનો કોરોના આંકડો 232 ને પાર થયો છે.ભરૃચ જિલ્લામાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવના દર્દીઓથી લોકોમાં સાવચેતી આવે તે જરૃરી છે.
અંકલેશ્વર- 6, ભરૂચમાં- ૩ જંબુસર- 4 અને વાગરા- 1 આમ ભરૃચ સહિત અન્ય ત્રણ તાલુકાના કેસ મળીને ભરૂચ જિલ્લામાં કુલ 14 કોરોના પોઝિટિવ નોંધાયા હતા.
ભરૃચ જિલ્લામાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા 8 થી 10 નોંધાઈ રહી છે.છતાં લોકોમાં સાવચેતીનો અભાવ જોવા મળી રહ્યો છે. ભરૃચ જિલ્લામાં આજે વધુ નવા 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.
જિલ્લામાં તા.૩૦મીએ 73 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ૨૩૨ કેસ પૈકી 12 દર્દીઓના મોત નીપજ્યા છે. અને 109 દર્દીઓ સાજા થયા છે. હાલ 111 કોરોના દર્દી સારવાર હેઠળ છે.
ભરૃચ જિલ્લામાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા બાદ લોકોમાં સાવચેતીનો અભાવ જોવા મળી રહ્યો છે. સવારથી જ ભરૂચ શહેરના તમામ વિસ્તારો લોકોથી ધમધમતા જોવા મળી રહ્યા છે. આવનારા સમયમાં હજુ પણ લોકોમાં સાવચેતી નહીં આવે તો કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થાય તો નવાઇ નહીં. ભરૃચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસેેને દિવસે વધી રહ્યું છે ત્યારે હવે જિલ્લા વહીવટી તંત્રએ પણ કડકાઈ ભર્યું વલણ અપનાવવાની જરૂર જણાય છે.