અંકલેશ્વરમાં વરસાદે વિરામ લેતા પાણી ઓસર્યા
-એશીયાડ નગર પાસેનો માર્ગ ધસમસતા પાણીમાં ધોવાયો
અંક્લેશ્વર તા.5 ઓગષ્ટ 2019 સાેમવાર
અંકલેશ્વર પંથકમાં વરસેલા મુશળધાર વરસાદનાં કારણે આમલાખાડી તોફાને ચઢી હતી .ખાડીનાં પાણી શહેરનાં પશ્ચિમ વિસ્તારોમાં ફરી વળતા ૨૪ જેટલી સોસાયટીઓનાં રહીશોનાં ઘરોમાં પાણી ઘુસ્યા હતા. વરસાદે વિરામ લેતા પાણી ઉતવારના શરુ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અંકલેશ્વર પંથકમાં તારીખ ૩ જી શનિવારનાં રોજ થી ભારે વરસાદ વરસ્યો હતો . જેના કારણે આમલાખાડીમાં પાણીની આવક વધતા ખાડીનાં પાણીએ પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓ તેમજ હાંસોટ રોડ પર જમાવટ કરી હતી. રવિવારનાં રોજ પણ વરસાદ ધીમીધારેે શરુ રહ્યો હતો અને તંત્ર દ્વારા સાવચેતીનાં ભગરૃપે એનડીઆરએફ ની ટીમ પણ તૈનાત કરી દીધી હતી.
સોમવારની સવાર થી વરસાદે વિરામ લેતા જનજીવન ધમકતુ થયુ હતુ .અંકલેશ્વરનાં પશ્ચિમ વિસ્તારની ૨૪ જેટલી સોસાયટીઓમાં ભરાયેલા પાણી ઉતરવાનું શરુ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અંકલેશ્વર હાંસોટ માર્ગ એશીયાડ નગર પાસે માર્ગ પર પણ આમલાખાડીનાં તોફાની પાણીએ જમાવટ કરી હતી. જે પાણીનાં ધસમસતા પ્રવાહમાં રોડ પણ ધોવાય ગયો હતો અને અકસ્માત સર્જે તેવા ખાડા પડી ગયા હતા . જેના કારણે નગર પાલિકા દ્વારા માર્ગ પર બેરીકેટ ગોઠવીને વાહન ચાલકોને રસ્તા થી માહિતગાર કરવામાં આવ્યા હતા . તેમજ શહેર પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અંકલેશ્વર પંથકમાં વીત્યા ચોવીસ કલાકમાં ૧૩૦ એમએમ એટલે કે ૫ ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો . જોકે હવે મેઘરાજા થોડી ખમા કરે તેવી પ્રાર્થના પણ લોકોએ કરી હતી.