અંકલેશ્વરમાં એક પોલીસ કર્મી સહિત 5 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા
અંક્લેશ્વર તા.1 જુલાઇ 2020 બુધવાર
અંકલેશ્વરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો નોંધાય રહ્યો છે.બુધવારનાં રોજ એક પોલીસ કર્મી સહિત પાંચ કેસ પોઝિટિવ આવ્યા હતા.
અંકલેશ્વરમાં કોરોના વાયરસ ઝડપી ગતિએ ફેલાય રહ્યો છે.સતત કેસમાં વધારો નોંધાય રહ્યો છે.બુધવારનાં રોજ કોવિડનાં વધુ પાંચ કેસ નોંધાયા હતા.જેમાં શહેર નાં પારેખ ફળિયામાં એક , શ્રી રામ સોસાયટીમાં બે કેસ , જ્યારે શહેર પોલીસ લાઈનમાં રહેતા પોલીસકર્મી તેમજ જીતાલી ગામમાં એક કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો હતો આમ અંકલેશ્વરમાં આજરોજ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા હતા.
પોલીસકર્મી રતિલાલભાઈ વસાવા કોરોના સંક્રમિત થતા શહેર પોલીસ તંત્રમાં ભયનો માહોલ છવાયો હતો. તકેદારી નાં જરૃરી પગલા લેવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.અંકલેશ્વરમાં કોરોના વાયરસનાં સતત વધી રહેલા પોઝિટિવ કેસોને કારણે દર્દીઓની સંખ્યા 26 પર પહોંચી છે.