21 દિવસ સુધી કોરોનાનો કોઈ કેસ નહિ આવે તો ભરૂચ જિલ્લો ગ્રીન ઝોનમાં આવશે
ભરૂચ તા.7 મે 2020 ગુરૂવાર
ભરૂચ જિલ્લામાં ઇખર થી એકસાથે 9 મી એપ્રિલના રોજ 4 કોરોના પોઝીટીવ કેસ જાહેર થતા કોરોનાની એન્ટ્રી ભરૂચમાં થઈ હતી. જે બાદ આ સિલસિલો ૨૮મી એપ્રિલ સુધી યથાવત રહેતા જિલ્લામાં કોરોના ના કેસની સંખ્યા 27 ઉપર પહોંચી હતી.
જે પૈકી ભરૂચ શહેર મુંડા ફળિયાના બે દર્દીઓના મોત થયા હતા. જ્યારે ૨૫ દર્દીઓ સાજા થતા સમયાંતરે તેઓને રજા આપવામાં આવતા હવે ભરૃચ જિલ્લો કોરોના મુક્ત બન્યો છે.
ભરૂચજિલ્લામાં છેલ્લા નવ દિવસથી કોરોના એક પણ નવો કેસ નોંધાયો નથી. અંકલેશ્વરની કોવિડ સ્પેશિયલ હોસ્પિટલ જયાબેન મોદીમાંથી ભરૂચના મુંડા ફળિયાની ફરહાના શેખ અને તેની ૧૧ વર્ષીય પુત્રી અસફિયા શેખ ઉપરાંત કસકના મોઇન સૈયદનના રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવતા ભરૃચ જિલ્લાનો એક પણ કોરોના પોઝિટિવ દર્દી સારવાર હેઠળ નથી. ભરૃચ જિલ્લાના 27 દર્દી પૈકી ૨ ના મોત થયા હતા. તો તે સિવાયના તમામ ૨૫ દર્દીઓ અને કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમના પરિવારજનોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. તો ભરૃચ જિલ્લા આરોગ્ય વિભાગને પણ રાહત થવા પામી છે.
ભરૃચ જિલ્લામાં કોરોનાના દર્દીઓને સાજા થવાનો એટલે કે રિકવરી રેટ 90 ટકા થી પણ વધુ રહ્યો છે. ભરૃચ જિલ્લા ૯ તાલુકાઓ પૈકી અંકલેશ્વર, હાંસોટ, નેત્રંગ,અને વાગરા, તાલુકા માંથી કોરોનાનો કોઇ કેસ નોંધાયો ન હતો. જે પાછળ પ્રજાજનોની જાગૃતિની સાથે સાથે આરોગ્ય વિભાગનો સ્ક્રીનિગ અને બાદની સમયસરની સારવાર પણ રંગ લાવી છે.ભરૂચ જિલ્લામાં છેલ્લા નવ દિવસથી એક પણ કોરાનાનો નવો કેસ નોંધાયો નથી અને હાલ ભરૂચ જિલ્લો ઓરેન્જ ઝોનમાં છે જો આગામી ૨૧ દિવસમાં ભરૃચ જિલ્લામાં કોઈ નવો કેસ નહીં નોંધાય તો ભરૂચ જિલ્લો ગ્રીન ઝોન માં પરિવતત થઇ શકે છે. પરંતુ તે માટે વહીવટી તંત્રની સાથે સાથે પ્રજાજનોની જાગૃતતા પણ જરૂરી રહેશે.
-સાજા થયેલા દર્દીઓના નામ
(1) અનિષ યુસુફ ભગત, મોટા ફળિયું, વતરસા
(2) મીનલ શૈલેષ પટેલ, નર્મદા બંગલોઝ, ભરૃચ
(3) અમૃતા દિનેશ આહીર, મિત્તલ એપાર્ટમેન્ટ, ઝાડેશ્વર
(4) સુજલ ધર્મેશ ચૌહાણ, નર્મદા બંગલોઝ, ભરૃચ
(5) ભાવિન જી પટેલ, મુક્તાનંદ સોસા, ભરૃચ
(6) અફઝલ અબ્બાસ દિવાન, રાઝી સ્ટ્રીટ, દયાદરા
(7) મોબીન ઐયુબ સોલંકી, વણકપોર, ઝઘડિયા
(8) રમઝાન મુબીદ્દીન, દેવલા, જંબુસર
(9) મહમદ લુકમાન એ , ઇખર, આમોદ
(10) શહેબાઝ તાજ મહમદ, દેવલા, જંબુસર
(11) યુનુસ મોલવી, પારખેત, ભરૃચ
(12) અદનાન યુસુફ, ઇખર, આમોદ
(13) ડો. બ્રિજેશ નરોલા, ગાયનેક સિવિલ, ભરૂચ
(14) રાજેશ મહેતા, લેબ ટેક. , ભરૃચ
(15) અંકિતા રાણા, લેબ ટેક., વાલિયા
(16) કિંજલ ગોહિલ, લેબ ટેક., વાલિયા
(17) ઓવેશ ઇલ્યાસી ચાતી, વાતરસા, આમોદ
(18) સોહેલ ઇસ્માઇલ ભગત, વાતરસા, આમોદ
(19) ફૈયાઝ અહેમદ, ઇખર, આમોદ
(20) રઈશ અહેમદ, ઇખર, આમોદ
(21) માલવિકા કિરણભાઈ, નવી વસાહત, ભરૂચ
(22) ફરહાન ઇર્ષાદ શેખ, મુંડા ફળીયા
(23) અશફિયા ઇર્ષાદ શેખ, મુંડા ફળીયા, ભરૂચ
(24) મોઇન સૈયદ, અપ્સરા એપારમેન્ટ, ભરૂચ
(25) અશદ બસા કે, ઇખર, આમોદ
-સાજા થયા - 25
મૃત્યુ - 02
કુલ કેસ - 27
- બે દર્દીઓના મોત થયા હતા
(1) ઈરફાન શેખ,
મુંડા ફળીયા, ભરૂચ
(2) મેમુના શેખ,
મુંડા ફળીયા, ભરૂચ