Get The App

ભરૂચ પાલિકાની સામાન્ય સભા ડહોળા પાણી મુદ્દે તોફાની બનશે

-શહેરીજનોને પાણીનું ફિલ્ટરેશન ન થતું હોવાનો વિપક્ષનો આક્ષેપ

Updated: Jul 30th, 2019

GS TEAM

Google News
Google News
ભરૂચ પાલિકાની સામાન્ય સભા ડહોળા પાણી મુદ્દે તોફાની બનશે 1 - image

ભરૂચ તા.30 જુલાઇ 2019 મંગળવાર

ભરૂચ શહેર વાસીઓ ને ભરૃચ નગર પાલીકા દ્વારા અપાતું  પાણી  ડહોળું આવતું હોવાના કારણે શહેરીજનો શુદ્ધ પીવા નું પાણી મેળવવા માટે ખાનગી આરો પ્લાન્ટ માંથી ખરીદવા મજબુર બન્યા છે.ત્યારે ભરૃચ નગર પાલીકા શહેરીજનો ને શુદ્ધ મીઠું પીવાનું પાણી પુરૃ પાડવામાં નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપ સાથે વિપક્ષ ના સભ્યો બુવાર ની સામાન્ય સભા ગજવી મુકશે.

ભરૂચના લોકોને પીવાનું મીઠું અને શુદ્ધ પાણી મળી રહે તે માટે કરોડો રૃપિયા ના ખર્ચે ભરૂચના અયોધ્યા નગર વિસ્તારમાં ફિલ્ટરેશન પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. જ્યાં  નર્મદા યોજનાની અમલેશ્વર  બ્રાન્ચ કેનાલ માંથી પાણી નો પુરવઠો અયોધ્યા નગરના ફિલ્ટરેશન પ્લાન્ટમાં આવે છે. અને તે  પાણીનંચ  ફિલ્ટરેશન  કરી ભરૃચ ના પ્રજાજનો ને   પુરૃ પાડવામાં આવી રહયું છે.

ભરૂચ શહેરમાં છેલ્લા એક અઠવાડિયા થી અત્યંત ડહોળું અને દુષિત પાણી આવતા શહેરીજનો માં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.ત્યારે ડહોળું પાણી  પીવાથી શહેરીજનો ઝાડા અને ઉલ્ટી ના વાવર માં સપડાઈ રહ્યા હોવાથી  લોકો  પણ શુદ્ધ પીવાનું પાણી ખાનગી આરો પ્લાન્ટ માંથી ખરીદવા મજબુર બન્યા છે.ત્યારે ભરૃચ ના પ્રજાજનો  ને અપાતો પીવાના પાણી નો પુરવઠો ખરેખર આરો પ્લાન્ટ માં ફિલ્ટરેશન થાય છે કે કેમ તે અંગે ની ચકાસણી કરવાની માંગ ઉઠી રહી છે.

ભરૃચ શહેર વાસીઓ ને પીવાનું ડહોળું અને દુષિત પાણી પીવા મજબુર બનતા ભરૃચ નગર પાલીકા ના વિપક્ષી નગર સેવક હેમેન્દ્ર કોઠીવાલા એ પણ શહેરીજનો ને ભરૃચ નગર પાલીકા દ્વારા શુદ્ધ અને મીઠું પાણી પુરૂ પાડવામાં નિષ્ફળ જતા આવતીકાલ ની સામાન્ય સભા માં પ્રથમ વિપક્ષી સભ્યો  નો મુદ્દો શહેરીજનો ને શુદ્ધ અને મીઠું પાણી પીવાનું મળી રહે અને ખરેખર પાણી ફિલ્ટરેશન થાય છે કે કેમ તે અંગે અમો ઉગ્ર રજૂઆત કરીશું અને શહેરીજનો ને શુદ્ધ અને મીઠું પાણી પીવાનું મળી રહે તેવી માંગ કરીશુ તેમ  જણાવ્યું હતું 

 બીજી તરફ ભરૃચ નગર પાલીકા ના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ પણ શહેરીજનો ને અપાતું પાણી ડહોળું હોવાના મુદ્દે તેઓ એ જણાવ્યું હતું કે ફિલ્ટરેશન પ્લાન્ટ માં જે પાણી અમલેશ્વર બ્રાન્ચ  કેનાલ માંથી આવે છે તે કેનાલ માં ઠેક ઠેકાણે ગાબડાં  પડવા સાથે  કેનાલ ઉપર રહેલી માટી વરસાદી પાણીમાં ધોવાઈ ને ફિલ્ટરેશન પ્લાન્ટ માં પાણી સાથે  આવતું હોવાના કારણે શહેરીજનો ને આપવામાં આવતું પાણી થોડું ઘણું ડહોળું હોવાની ફરીયાદ મળી રહી છે જે ફિલ્ટરેશન પ્લાન્ટ ની મુલાકાત લઈ શહેરીજનો ને શુદ્ધ અને મીઠું પાણી મળે તેવા પ્રયાસો કરીશું તેમ જણાવ્યું હતું.

ભરૂચ નગર પાલીકા દ્વારા અપાતો પીવાના પાણી નો પુરવઠો પીવા લાયક ન હોવાના કારણે ભરૂચના  પ્રજાજનો પણ ભંયકર કોઈ રોગચાળામાં ન સપડાય તે માટે ખાનગી આરો પ્લાન્ટ માંથી પાણી ખરીદવા મજબુર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. જીવન માટે જરૃરી એવા શુદ્ધ  પાણી પ્રજાજનો ને મળી રહે તેવી વ્યવસ્થા તુરંત કરવામાં આવે તે  જરૃરી છે. 

Tags :