ભરૂચ: સીલુડી ચોકડી પાસે ટેમ્પોની અડફેટે કારમાં વાલીયા આવતા સવાર 4 વ્યક્તિને ઇજા
- ટેમ્પો ચાલક અકસ્માત સર્જી ફરારઃ ઇજાગ્રસ્તોને દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા
વાલિયા, તા. 23 ફેબ્રુઆરી 2020 રવીવાર
વાલિયાની સીલુડી ચોકડી નજીક ટેમ્પાના ચાલકે કારને અડફેટમાં લેતા કારમાં સવાર બાંડાબેરાના ચાર વ્યક્તિને ઈજા પહોંચતા દવાખાનામાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
વાલિયા તાલુકાના બાંડાબેરા ગામે રહેતા પ્રકાશ રવિયા વસાવા પોતાની કારમાં ગામના વિરમ વસાવા, અમિત વસાવા,અને જયેશ વસાવા બેસાડી અંકલેશ્વર થી વાલિયા આવી રહ્યા હતા. તે દરમ્યાન વાલીયાની સિલુડી ચોકડી પાસે નેત્રંગ તરફથી પુરપાટ ઝડપે આવતા આયશર ટેમ્પાના ચાલકે કાર સાથે અથડતાં અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં કાર ચાલક પ્રકાશ વસાવા , વિરમ વસાવા,અમીત વસાવા અને જયેશ વસાવાને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયા હતા જયારે ટેમ્પો ચાલક અકસ્માત સર્જી ટેમ્પો મૂકી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતની જાણ વાલિયા પોલીસને થતા પોલીસ દોડી આવી ફરાર ટેમ્પા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.