Get The App

-ચાર વર્ષથી સૂકીભઠ્ઠ નર્મદા બે કાંઠે વહેતી થઇ

-ડેમના દરવાજા બંધ થતાં ઘોડાપુરનો ખતરો ટળ્યો

Updated: Aug 10th, 2019

GS TEAM

Google News
Google News
-ચાર વર્ષથી સૂકીભઠ્ઠ નર્મદા બે કાંઠે વહેતી થઇ 1 - image

ભરૂચ તા.10 ઓગષ્ટ 2019 શનીવાર

ભરૂચના કાંઠે ચાર વર્ષથી સુકીભઠ બનેલી નર્મદા નદીએ ૨૦૧૩ બાદ ફરીથી ભયજનક સપાટી વટાવી દીધી છે. નર્મદા મૈયાના ધસમસતા નીરને જોવા માટે લોકોનો મેળાવડો જામી રહયો છે.  

ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીના નીર હાલ ૨૭.૭૫ ફૂટ નોંધાઇ છે. નદીના પાણી હજી પણ ભયજનક સપાટીથી ૩.૭૫ ફૂટ ઉપરથી વહી રહયાં છે. સરદાર સરોવરમાં પાણીનો આવરો ઘટી ગયો હોવાથી શનિવારે સવારે ૧૧ વાગ્યાથી ડેમના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં છે.

નર્મદા ડેમ ૧૩૧ મીટરના રૃલ લેવલને પાર કરી જતાં ગુરૃવારે રાત્રે ૧ વાગ્યાથી ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહયું હતું. ડેમમાંથી આવી રહેલા પાણીના કારણે ભરૃચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીએ ૨૦૧૩ બાદ ૨૪ ફૂટની ભયજનક સપાટી વટાવી છે. છેલ્લા ચાર વર્ષથી સુકીભઠ બનેલી નર્મદા નદી બે કાંઠે વહેતી થતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. ભરૃચ શહેરના ફૂરજા, ગોલ્ડનબ્રિજ સહિતના વિસ્તારોમાં લોકો નર્મદા મૈયાના ધસમસતા પ્રવાહને જોવા માટે ઉમટી રહયાં છે.  


Tags :