Gujarat

અંકલેશ્વરમાં પીયુસી કેન્દ્રો પર ભરૂચ આર ટી ઓનાં ચેકીંગથી ફફડાટ

By GS Team
16 Sep 20191 min read
This article was originally published on 16 Sep 2019
અંકલેશ્વરમાં પીયુસી કેન્દ્રો પર ભરૂચ આર ટી ઓનાં ચેકીંગથી ફફડાટ

અંક્લેશ્વર  તા.16 સપ્ટેમ્બર 2019 સાેમવાર

અંકલેશ્વરનાંવિવિધ માન્યતા ધરાવતા પીયુસી કેન્દ્રો ઉપર ભરૂચ જિલ્લા આર ટી ઓનાં અધિકારીઓએ ઓચિંતી ચેકિંગની કામગીરી હાથ ધરતા લોભિયા કેન્દ્ર ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઉપરાંત વાહન ચાલકોનેજરૃરી સૂચનાઓ આપી  નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લાનાંઆર ટી ઓ ઈન્સ્પેક્ટર  અને તેમની ટીમ દ્વારા અંકલેશ્વર ખાતેનાંકુલ છ જેટલા માન્યતા ધરાવતા પીયુસી કેન્દ્રો ખાતે ઓચિંતુ ચેકિંગ હાથ ધર્યુ  હતુ . ભરુચ આર ટી ઓ વિભાગને ફરિયાદ મળી હતી ક ેઅંકલેશ્વરમાં પી યુ સી કેન્દ્રો પર નિયત કરેલા ભાવ કરતા વાહન ચાલકો પાસે વધુ નાણા વસુલવામાં આવે છે. જેના આધારે આર ટી ઓ ઈન્સ્પેક્ટરે ઓચિંતું ચેકીંગ હાથ ધયર્યુ હતુ. પરંતુ ચેકીંગ દરમ્યાન તેઓને કોઈ ગેરરીતિ મળી આવી ન હોતી.  અગાઉ પી યુ સી કેન્દ્રો પર ૫૦ થી ૧૦૦ રૃપિયા ટુ વ્હીલર ચાલકો પાસે વસુલવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.

આર ટી ઓ ઈન્સ્પેક્ટરે અંકલેશ્વરનાંકુલ છ જેટલા માન્ય પીયુસી કેન્દ્રોનાંસંચાલકોને તાકીદ કરી હતી કે તમામે કેન્દ્રો ઉપર પીયુસી માટેના માન્ય રાખેલ ચાર્જનું બોર્ડ ફરજિયાત મુકવા માટે સૂચના આપી હતી. આ દરમિયાન અંકલેશ્વરનાંવિવિધ પી યુ સી કેન્દ્રો ઉપર વાહન ચાલકોની લાંબી કતારો જોવા હતી.