કાવેરી ખાડીમાં ખાડીમાં પાણી ઓસરતાં વિસર્જન કરેલી ગણેશ પ્રતિમાઓની દુર્દશા
-તૂટેલી હાલતમાં પ્રતિમાઓ ખડકાતા ભક્તોની લાગણી દુભાઈ
ઝઘડિયા તા.18 સપ્ટેમ્બર 2019 બુધવાર
ચાલુ વર્ષે નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ હોઈ ઝઘડિયાની આજુ બાજુના કેટલાક ગામોના ગણેશ મંડળો દ્વારા ગણેશ પ્રતિમાઓનું ગુમાનદેવ કાવેરી ખાડીમાં વિસર્જન કર્યું હતું. હાલમાં ખાડીમાં પાણી ઓસળતાં વિસજત થયેલી પ્રતિમાઓ પાણી સાથે વહી જવાના બદલે ત્યાંની ત્યાંજ રહી ગઈ છે. ખાડીના કિનારા પર પ્રતિમાનો તૂટેલી હાલતમાં ઢગલો ખડકાયેલો નજરે પડયો છે.
ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારા પર ગણેશ વિસર્જનના દિવસે નર્મદામાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થઇ શકે તેવી પરિસ્થિતિ ન હોતી.
નર્મદામાં પૂરના પાણીના કારણે નર્મદા કિનારા સુધી પહોંચવું અશક્ય હતું .જેથી ગમેશ મંડળોએ ખાડી, તળાવોમાં ગણેશ વિસર્જન કર્યું હતું. ઝઘડિયા તેમજ આજુબાજુના ગામોના ગણેશ મંડળો દર વર્ષે ઝઘડિયા મઢી ખાતે ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરે છે. ચાલુ વર્ષે ઝઘડિયા મઢી જવાનો રસ્તો નર્મદામાં આવેલા પૂરના કારણે બંધ થઇ ગયો હતો .જેથી કેટલાક મંડળો દ્વારા લાડવાવાડ, ગુમાનદેવની કાવેરી ખાડીમાં વિસર્જન કર્યું હતું.
હાલમાંગુમાનદેવની ખાડીમાં પાણી ઓસળી ગયા છે. જયારે ખાડીમાં પાણી વધારે હતું તેથી કેટલાક ગણેશ મંડળો દ્વારા પ્રતિમાઓનું કાવેરી ખાડીમાં વિસર્જન કર્યું હતું .જે હાલમાં પાણી ઓસળી જતા ગણેશ પ્રતિમાઓ કિનારા પર તૂટેલી હાલતમાં દેખાઈ રહી છે. પાણીના ધસમસતા પ્રવાહ બાદ પણ પ્રતિમાઓ પાણી સાથે વહી જવાના બદલે વિસર્જન સ્થાને જ રહી જતા ગણેશ ભક્તોની લાગણી દુભાઈ રહી છે. ખાડીના કિનારા પરજ તૂટેલી હાલતમાં પ્રતિમાનો ઢગલો ખડકાયેલો છે.