ઝઘડિયા ખાતે પરવાનગી વિના ચાલતા ફનફેરમાં જોખમી રાઇડ્સ મામલતદારે બંધ કરાવ્યા
ઝઘડિયા તા.18 જુલાઇ 2019 ગુરૂવાર
ઝઘડિયા ચારરસ્તા પર ફનફેરમાં ચકડોળ તેમજ અન્ય રાઇડ્સ પરવાનગી મળ્યા પહેલાં જ ચાલુ કરી દેતાં ઝઘડિયા મામલતદારે જ્યાં સુધી આ પ્રકારની રાઈડ્સ ચલાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
સંચાલકની પરવાનગીની અરજી પેન્ડિંગ હોવાથી પરવાનગી મળ્યા બાદ જ રાઇડ્સ ચલાવવા સૂચના
અમદાવાદ કાંકરિયા તળાવ પાસે આવેલા એડવેન્ચર પાર્કમાં રાઈડ તૂટી પડવાની ઘટના માં ત્રણ વ્યક્તિઓના મોત થયા બાદ વહીવટી તંત્ર સફાળુ જાગતાં જિલ્લામાં ચાલતા મેળા, ફનફેરમાં ચકડોળ, વિવિધ રાઇડ્સનું ચેકીંગ શરૃ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી સેફ્ટી ચેકીંગ બાદ જ ચકડોળો ચાલવાની સૂચના આપવામાં આવી છે.
ઝઘડિયામાં ગૌરીવ્રત નિમિતે ઝઘડિયાના વ્યાયામ શાળાના કમ્પાઉન્ડમાં ફનફેર તેમજ ચકડોળ, રાઇડ્સ ચાલુ કરાઇ હતી. ઝઘડિયા મામલતદાર દ્વારા ગતરોજ સ્થળ મુલાકાત લઇ ચકડોળ, રાઇડ્સ ના સંચાલક પાસે તેની પરવાનગી માંગી હતી પરંતું સંચાલકે પરવાનગી પ્રોસેસમાં છે તેમ જણાવતા મામલતદાર દ્વારા તાત્કાલિક ફનફેરના તમામ ચકડોળ, રાઇડ્સ બંધ કરી દેવા અને ચકડોળ અને રાઈડ ઉતારી લેવા સૂચના આપી હતી.
સલામતીની તપાસ બાદ પરવાનગી આપવામાં આવશે. સંચાલક પાસે પુરતી સલામતીની સુવિધા ઉપલબ્ધ નહી હોય તો પરવાનગી આપવામાં આવશે નહિ. હોઈ તે ચકડોળ ઉતારી લેવા માટે સૂચના આપી છે.