આંબેડકરવાદી સંગઠનોએ સંવિધાન દિવસની ઊજવણી કરી
રેલવે સ્ટેશન સ્થિત બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા
ભરૂચ: આજે ૨૬ નવેમ્બર એટલે સંવિધાન દિન આ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભારત દેશના સંવિધાન રચનાર ડાૅ. બાબાસાહેબ આંબેડકરને ફૂલહાર વિધિ કરવામાં આવી હતી. તેમજ સંવિધાનના જતન અને પાલન અંગે પ્રતિજ્ઞા ગ્રહણ ના કાર્યક્રમો યોજાયા ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે ડો બાબાસાહેબ આંબેડકર જીની પ્રતિમા પાસે યોજાયા હતા.આ ઉપરાંત સંવિધાન દિન ની સાંજે દરેક વિસ્તારમાં પોતાના નિવાસસ્થાને દિવા પ્રજ્વલિત કરી સંવિધાન દિપોત્સવ ઉજવણી કરવા આહ્વાન કરાયું હતું સંવિધાન દિવસ નિમિત્તે વિવિધ સંગઠનો દ્વારા બંધારણનું પાલન થાય તે માટે સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા.